કોરોના વાયરસના આ યુગમાં, સામાજિક અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ધ્યાનમાં રાખીને દેશની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકોને એટીએમ (Automated teller machine - ATM) મશીનમાંથી ATM કાર્ડ વિના પૈસા ઉપાડવાની સુવિધા આપી છે. જો કે, આ સુવિધા હેઠળ, દૈનિક વ્યવહારો (લેવડ-દેવડ) માટેની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે, જે બેંકો અનુસાર 10,000 થી 20,000 સુધી છે. બેંક દ્વારા બહાર પાડેલ એપ્લીકેશન દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ બેંકો આ સુવિધા પ્રદાન કરી રહી છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય?
ભારતીય સ્ટેટ બેંક (State Bank of India - SBI) ના ગ્રાહકો નીચેની પ્રોસેસ દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
પહેલા એસબીઆઈ (SBI) ની ઇન્ટરનેટ બેંકિંગ એપ્લિકેશન યોનો (YONO) ને ડાઉનલોડ કરો, પછી ‘YONO Cash' પર ક્લિક કરો ત્યાર બાદ તમારો એકાઉન્ટ નંબર પસંદ કરો અને ઉપાડની રકમ દાખલ કરો. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન પિન દાખલ કરવો પડશે. હવે એક મેસેજ આવશે જેમાં યોનો કેશ ટ્રાન્ઝેક્શન નંબર હશે. આ પછી, ગ્રાહકે એસબીઆઇ (SBI) એટીએમ (ATM) પર જવું પડશે અને એટીએમ સ્ક્રીન પર ‘YONO Cash' પસંદ કરવં પડશે અને ટ્રાન્ઝેક્શન નંબર, ઉપાડની રકમ સાથે YONO Cash પિન દાખલ કરવો પડશે. વેરિફિકેશન પુર્ણ થયા પછી ગ્રાહકને એટીએમમાંથી પૈસા મળી જશે.
બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) ના ગ્રાહકો નીચેની પ્રોસેસ દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) ની મોબાઇલ એપ્લિકેશન બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus) ડાઉનલોડ કરો અને ‘Cash On Mobile' પર ક્લિક કરો. ત્યારબાદ રકમ (5000 રૂપિયા સુધી) અને મોબાઇલ પિન દાખલ કરવો પડશે, ત્યારબાદ છ-અંકનો કોડ સંદેશ દ્વારા આપવામાં આવશે, જેની વેલિડિટી ફક્ત 15 મિનિટ હશે. હવે ગ્રાહકે BOB ના એટીએમ પર જવું પડશે અને Cash On Mobile ' વિકલ્પ પર ક્લિક કરી, મેસેજ અને ઉપાડની રકમ સાથેનો કોડ દાખલ કરવો પડશે. વેરિફિકેશન પુર્ણ થયા પછી ગ્રાહકને એટીએમમાંથી પૈસા મળી જશે.
આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) ના ગ્રાહકો નીચેની પ્રોસેસ દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ICICI બેંકની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે ત્યારબાદ સર્વિસમાં જઈ 'Cardless Cash Withdrawal' પર ક્લિક કરો. ત્યારબાદ પિન, રકમ અને એકાઉન્ટ નંબર પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો. ત્યાર પછી, એક રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે, જેમાં 6 અંકનો કોડ આપવામાં આવશે, જે છ કલાક માટે માન્ય રહેશે. હવે ગ્રાહકે બેંકના એટીએમ (ATM) પર જવું પડશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પિન, છ અંકનો કોડ અને ઉપાડની રકમ દાખલ કરવી પડશે. વેરિફિકેશન પુર્ણ થયા પછી ગ્રાહકને એટીએમમાંથી પૈસા મળી જશે.
એક્સિસ બેંક (Axis Bank) ના ગ્રાહકો નીચેની પ્રોસેસ દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
એક્સિસ બેંકના ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર (IMT) સેવા શરૂ કરવી પડશે. તે પછી બેંકના એટીએમ પર જવું પડશે, એક્સિસ બેંકના ATM માં ગ્રાહકે IMT વિકલ્પ પસંદ કરીને ‘Withdraw IMT' પર ક્લિક કરવું પડશે અને તેના ખાતા સાથે સંબંધિત કેટલીક માહિતી દાખલ કરવી પડશે જેમ કે મોબાઇલ નંબર, સેંડર્સ કોડ, બેંક દ્વારા આપવામાં આવેલ મેસેજ કોડ અને IMT ની રકમ દાખલ કરવી પડશે. આ પ્રક્રિયા પછી ગ્રાહકને એટીએમ મશીનમાંથી રોકડ મળી જશે.
ATM કાર્ડ વિના ATM માંથી પૈસા ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), એક્સિસ બેંક (Axis Bank) વગેરે બેંકોની એપ્લીકેશન દ્વારા આ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આ સુવિધામાં માટે બેંકમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જરૂરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે ઈન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઈલ બેંકિંગ હોવું જરૂરી છે. આમ, તમે ATM કાર્ડ વિના પણ ATM માં જઈ પૈસા ઉપાડી શકો છો.