Top Stories
khissu

ઉદ્યોગપતિઓમાં મોટો ફેરફાર: અદાણી પાસેથી છીનવાઈ ગયો તાજ, ઈલોન મસ્કને પણ સહન ન થાય એવડો ધૂંબો

Billionaires List: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારની સાથે વૈશ્વિક બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની અસર એ છે કે વિશ્વભરના અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

SBI સહિત દેશની 4 મોટી બેન્કોમાંથી કઈ બેન્ક સૌથી વધુ વ્યાજ આપે? દિવાળી પહેલાં જાણી લો ફાયદાની વાત

 જેના કારણે અબજોપતિઓની યાદીમાં પણ ખળભળાટ મચી ગયો છે. દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટોપ-20ની યાદીમાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં તે એશિયાના અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. તેનું સ્થાન ચીનના ઝોંગ શાનશાને લીધું છે.

દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની વિસ્ફોટક યોજનામાં કરો રોકાણ, 1.25 કરોડ રૂપિયાના માલિક બનશો, જલ્દી કરજો

એશિયાના અબજોપતિઓમાં અદાણી ત્રીજા ક્રમે છે

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ એશિયાના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે. બીજા ક્રમે ચીનના ઝોંગ શાનશાનને $147 મિલિયનનો નફો થયો છે. આ સાથે તેમની સંપત્તિ વધીને 61.7 અબજ ડોલર થઈ ગઈ છે. 

ત્રીજા સ્થાને પહોંચેલા ગૌતમ અદાણીને 538 મિલિયન ડોલરનું નુકસાન થયું છે અને તેમની સંપત્તિ ઘટીને 61.2 અબજ ડોલર થઈ ગઈ છે. આ યાદીમાં નંબર વન પર રહેલા ઈલોન મસ્કને પણ ટેસ્લાના શેરના ઘટાડાને કારણે નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં એક જ દિવસમાં 8.75 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

મુકેશ અંબાણી વર્લ્ડ કપમાંથી રોજ કરોડો અબજો છાપી રહ્યા છે, તમને કોઈને ભણક પણ ના લાગી

પ્રથમ 14 અબજપતિઓની સંપત્તિમાં ઘટાડો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દ્વારા જાહેર કરાયેલ ટોચના 50 અબજપતિઓની યાદીમાં ટોચના 14 અબજપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે. મસ્ક પછી જેફ બેઝોસ એવા હતા જેમણે સૌથી વધુ સંપત્તિ ગુમાવી. એમેઝોનના ભૂતપૂર્વ CEOની નેટવર્થમાં 3.28 અબજ યુએસ ડોલરનો ઘટાડો થયો છે. 

બિલ ગેટ્સ 3.28 અબજ ડોલરના નુકસાન સાથે ત્રીજા સ્થાને છે. બીજા અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 1.40 અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તેમની સંપત્તિ 154 અબજ ડોલર છે.

ગુજરાતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે ‘તેજ’ વાવાઝોડું, 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 5 દિવસ માવઠું પડશે....

લેરી પેજ પાંચમા નંબરે છે અને તેને $1.33 બિલિયનનું નુકસાન થયું છે. પ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 10મા સ્થાને સરકી ગયા છે. 

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ 1.24 અબજ યુએસ ડોલરનું નુકસાન થયું છે. જોકે તે વિશ્વનો 11મો અબજોપતિ છે.