khissu

ગુજરાતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે ‘તેજ’ વાવાઝોડું, 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 5 દિવસ માવઠું પડશે....

વાવાઝોડું તેજ ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડું બનતા તેનો ટ્રેક નક્કી થઈ શકે એવું પણ હવામાન વિભાગે કહ્યું છે. આ સાથે જ 21થી 24મી દરમિયાન ગુજરાતમાં માવઠું થશે. 21 તારીખ સુધી ડિપ્રેશન બનવાની શક્યતા હાલમાં દેખાઈ રહી છે. તો વળી વાવાઝોડાની ગતિ 150 કિમી પ્રતિ કલાક હોઈ શકે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દિવાળી પહેલા સોનું મોંઘુદાટ થશે, કરવા ચોથ પર એક તોલાનો ભાવ 62,000 રૂપિયાને પાર થશે

ફરી એક વખત ગુજરાત પર મોટું વાવાઝોડું આવી રહ્યું છે. દરિયામાં એક ચક્રવાત બની રહ્યું છે અને તેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં વધુ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ભારતમાં અહીં ગોરું કે સુંદર બાળક જન્મે તો મારી નાખવામાં આવે, આખા ગામની મહિલાઓ દૂધ પીવડાવે

હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં અરબી સમુદ્રમાં 2023ની શરૂઆતથી સક્રિયતા જોવા મળી રહી છે આ કારણે ગુજરાતના વાતાવરણ પર અસર થઈ રહી છે. ચોમાસું પૂરું થયા બાદ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાવાઝોડાની અસરથી ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. 

હરખ પુરો: સતત ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં તોતિંગ વધારો, એક તોલાએ સીધા આટલા રૂપિયાનો વધારો

‘તેજ’ વાવાઝોડા દરમિયાન ગુજરાતમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે અત્યારે હવામાન વિભાગનું પુરુ ફોકસ એના પર જ છે કે ક્યારે ટકરાશે અને ટકરાશે કે કેમ?