Top Stories
khissu

મુખ્યપાક સાથે આંતર પાક તરીકે કાકડીની ખેતી કરી બમણી આવક મેળવો.

મુખ્ય પાક સાથે આંતરપાક વાવીને વરસાદ આધારિત ખેતીમાં અચરજ સમયે પાકની નિષ્ફળતાનું જોખમ ઘટાડી શકાય છે. મુખ્ય પાક કદાચ નિષ્ફળ જાય અને આંતર પાક સફળ રહે તો ખેડૂતને નુકસાન થતું નથી. જ્યારે પિયત ખેતીમાં પહોળા અંતરે વાવેતર કરેલ પાકોમાં શરૂઆતની ધીમી વૃદ્ધિ દરમિયાન ટૂંકાગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.

BT કપાસની ખેતી કરતા ખેડૂતો બે હાર વચ્ચે ૬ ફૂટ જેટલું અંતર રાખતા હોય છે. આ કપાસ ની બે હાર વચ્ચે એક પાટલા પદ્ધતિથી કાકડીનું વાવેતર કરી બમણી આવક મેળવી શકાય છે. 

વાવેતર ની પદ્ધતિ :

કપાસના વાવેતર કર્યાના ૧૦ દિવસ પછી કપાસની બે હાર વચ્ચે ૮ ફૂટના અંતરે કાકડીનું વાવેતર કરી મર્જીંગ કરવાનું હોય છે. આમ વાવેતર માટે એક જમીનમાં એક હજાર બીજ ની જરૂર પડે છે. તેને ડ્રિપ દ્વારા સિંચાઈ અને ફર્ટિલાઇઝર આપવાથી પાણી અને દવા કાકડીના મુળને જ મળશે. આમ કરવાથી કાકડીના વાવેતર ના 37 દિવસથી ઉત્પાદન મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીના ૪૦ દિવસ સુધી સતત ઉત્પાદન મળે રાખશે.

કાકડીના વાવેતર થી કપાસના પાકને કોઈ નુકસાન થતું નથી પરંતુ કપાસ જ્યારે ફુલ અવસ્થા માં આવે ત્યારે ત્યાં સુધીમાં તો કાકડીનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને ૪૦ દિવસ સુધી સતત ઉત્પાદન મળે રાખશે.

મે મહિનામાં કપાસનું વાવેતર કરતાં અને પાણીની સગવડ હોય તેવા ખેડૂત મિત્રો એ આ રીત અપનાવવા જેવી છે. કાકડીના મૂળ જમીનમાં ઊંડે ઉતરતા નથી અને પાટલો પાડ્યો હોવાથી તે વિભાગમાં જ મૂળ રહે છે તેથી વાવેલા કપાસને કોઈ નુકસાન થતું નથી.

  • તો જો ખેડૂતમિત્રો BT કપાસ અથવા અન્ય પાક કે જેમાં વાવેતરમાં હાર વચ્ચે મોટું અંતર રાખતા હોય તો તેમાં આંતરપાક તરીકે કાકડીનું વાવેતર કરી બમણી આવક મેળવી શકાય છે.