Top Stories
khissu

ગાડી-ઘેલીચિત્રા નક્ષત્રનો વરસાદને લઈને જુનો ઈતિહાસ શું કહે છે? આ વર્ષે શું આગાહી?

10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી સૂર્યનું પરિભ્રમણ ચિત્રા નક્ષત્રમાં થશે. ચિત્રા નક્ષત્રની શરૂઆત 10 ઓક્ટોબરના રોજ રાત્રે 07 અને 40 મિનિટ થશે. ચિત્રા નક્ષત્રનું વાહન મોર છે. વરસાદ વિદાય સમયનું નક્ષત્ર ગણવામાં આવે છે. ચિત્રાને ઘેલીચિત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વરસાદના બધા નક્ષત્રમાં વરસાદ પડતો હોય તો, ઘેલીચિત્રા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના રહેલી હોય છે,એટલે કે વરસાદના આગળ ના નક્ષત્ર વરસે તો પાછળના પણ વરસતા જ હોય છે.

ઘેલીચિત્રા નક્ષત્રનો શું છે જુનો ઈતિહાસ?
સદીઓમાં એકાદ વર્ષ એવું હોઈ શકે કે જેમાં વરસાદ વિદાય સમયે અતિભયંકર વરસાદ પડે. જે વરસાદ ચિત્રા નક્ષત્રમાં પડી શકે. ઘેલીચિત્રા નક્ષત્રમાં એક વાર એવું બન્યું હતું કે એટલો બધો વધારે વરસાદ પડ્યો હતો જેમને કારણે નવી 999 નદીઓ બની હતી, એટલે તમે અનુમાન લગાવી શકો છો કે કેટલો ભયાનક વરસાદ પડ્યો હશે. જોકે આ વર્ષે ખેડૂતોએ ડરવાની જરૂર નથી આવનારા દિવસોમાં આવા કોઈ સંજોગો બને તેવું જણાતું નથી.

ઘેલીચિત્ર વરસાદ વિદાય સમયનું નક્ષત્ર ગણાતું હોવાથી વાવાઝોડા બનવા માટે હોટ ફેવરિટ હોય છે. આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં ઘણી વખત વાવાઝોડા બનતા હોય છે. જોકે આ વર્ષે પણ બંગાળની ખાડીમાં જવાદ નામનું વાવાઝોડું બને તેવી શક્યતાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયના રિપોર્ટ જોઈલો તો ક્યારેક જ એવું બનતું હોય છે કે આ નક્ષત્રમાં વાવાઝોડા બનતા નથી, બાકી મોસ્ટ ઓફ વાવાઝોડા બનતા હોય છે.