Top Stories
khissu

ગોલ્ડ લોનને લઈ RBIનો ગુસ્સો વધ્યો, નિયમોમાં કર્યો સૌથી મોટો ફેરફાર, હવે બેંકોને બરાબરની ભીંસ પડશે

આજકાલ લોકોનું આખું જીવન લોન અને હપ્તા પર જ ચાલી રહ્યું છે. ત્યારે હવે એક બે બેંકમાં ગરબડી જોવા મળી અને રિઝર્વ બેંકે એક્શન લેવાનું શરૂ કર્યું છે. IIFL દ્વારા ગોલ્ડ લોન આપવામાં અનિયમિતતા પ્રકાશમાં આવ્યા પછી નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ હવે બેંકોના ગોલ્ડ લોન પોર્ટફોલિયો પર દેખરેખ વધારી છે. થોડા દિવસો પહેલા નાણા મંત્રાલયે સરકારી બેંકોને તેમની ગોલ્ડ લોન બુકની સમીક્ષા કરવા કહ્યું હતું. હવે આરબીઆઈએ પણ બેંકોને ગોલ્ડ લોનની છેતરપિંડી અને આ જ ગરબડી પર બેંકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપવાનું કહ્યું છે.

નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસિસ (DFS) એ 27 ફેબ્રુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકોને પત્ર લખીને દરેક ગોલ્ડ લોન એકાઉન્ટની સમીક્ષા કરવા, કોલેટરલનો અંદાજ કાઢવા, કલેક્શન ચાર્જની સમીક્ષા કરવા અને જાન્યુઆરીથી અન્ય તમામ મહત્વપૂર્ણ પાસાઓની નજીકથી તપાસ કરવા જણાવ્યું હતું.

બે બેંકોમાં ગેરરીતિઓ મળી

એક અહેવાલ મુજબ, બે મોટી સરકારી બેંકોમાં ગોલ્ડ લોન આપવામાં અનિયમિતતા જોવા મળી છે. ગોલ્ડ લોન પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ છે. ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવા બેંક કર્મચારીઓએ સિસ્ટમ સાથે છેડછાડ કરી હતી. બંને કિસ્સાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે બેંકો પાસેથી ડેટા માંગ્યો છે. કેટલાક કિસ્સાઓમાં રેકોર્ડમાં 18 કેરેટ સોનાના દાગીનાને 22 કેરેટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સોનાની કિંમતમાં વધારો કરીને વધુ ગોલ્ડ લોન આપવાના પ્રયાસમાં આવું કરવામાં આવ્યું હતું. જો કે, નાણા મંત્રાલય અથવા આરબીઆઈ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

સોનાને કોલેટરલાઇઝ કર્યા વિના લોન આપવામાં આવે છે

રિઝર્વ બેંકને કેટલીક બેંકોમાં ગોલ્ડ લોન ફ્રોડના મામલાઓ અંગે માહિતી મળી હતી. તે કિસ્સાઓમાં એવું નોંધવામાં આવ્યું છે કે બેંક કર્મચારીઓએ કેટલાક નજીકના ગ્રાહકો સાથે મિલીભગત કરી હતી અને સોનાની કોઈ જામીનગીરી વિના લોકોને ગોલ્ડ લોન આપવામાં આવી હતી. થોડા સમય પછી ગ્રાહકો પાસેથી સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી હતી. પ્રોસેસિંગ ફી બેંકના જ ખર્ચ ખાતામાંથી ચૂકવવામાં આવી હતી. તંત્રમાં છેડછાડ કરીને વ્યાજની ચૂકવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. આ રીતે બેંક કર્મચારીઓએ ગોલ્ડ લોનનો તેમનો ટાર્ગેટ પૂરો કર્યો.