Top Stories
khissu

PNB બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, 2700 પદ પર ભરતી, જાણો તમામ માહિતી

બેંકમાં નોકરી કરવાની ઈચ્છા છે અને જરૂરી યોગ્યતા રાખો છો તો પીએનબીમાં નીકળેલી વેકેન્સીમાં તમે ફટાફટ એપ્લાય કરી શકો છો. રજિસ્ટ્રેશન લિંક ખુલી ગઈ છે અને અરજી 30 જૂનથી શરૂ થઈ ચૂકી છે. અરજી ફક્ત ઓનલાઈન હશે અને તેને માટે તમારે પીએનબીની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે. આમ કરવાથી પંજાબ નેશનલ બેંકની અધિકૃત વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકાય છે.

કેવી રીતે, કયાં સુધીમાં કરશો અરજી
સૌથી પહેલા pnbindloin પર ક્લિક કરીને ઓનલાઈન અરજી માટેની તૈયારી કરો. અહીં તમે વેકેન્સીની ડિટેલ્સ જાણી શકો છો. પીએનબીની વેકેન્સી માટે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 14 જુલાઈ નક્કી કરાઈ છે. નક્કી તારીખ સુધીમાં તમે કોર્મ ભરી દો તે જરૂરી છે અપડેટ્સ માટે તમે સાઈટ પર વિઝિટ કરતા રહો તે જરૂરી છે

જાણો કોણ કરી શકે છે એપ્લાય
આ વેકેન્સી માટે અરજદારે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે જરૂરી છે. આ સાથે જરૂરી છે કે કેન્ડિડેટે જે જગ્યાએથી એપ્લાય કર્યું હોય તે અંગેની તેને તમામ જાણકારી હોય તે લોકલ ભાષા બોલી શકતો હોય, વાંચી શકતો હોય અને લખી શકતો હોય

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

વયસીમા શું છે
આ પદને માટે એજ લિમિટ એટલે કે ઉંમર નક્કી કરવામાં આવી છે. અરજદાર 20-28 વર્ષની ઉંમરનો હોય તે જરૂરી છે નિયમો અનુસાર ઉમર અનુસાર કુલ 2700 પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

કેવી રીતે થશે સિલેક્શન
પીએનબીના ખાસ પદ માટે અરજદારનું સિલેક્શન અનેક રાઉન્ડની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. તેમાં સૌથી પહેલા લેખિત પરીક્ષા આયોજિત થશે તેના માટે નક્કી કરેલી છેલ્લી તારીખ 28 જુલાઈ છે. આ એક મલ્ટીપલ ચોઇસ પરીક્ષા હશે. જેમાં 100 અંકના 100 પ્રશ્નો હશે. પેપરને સોલ્વ કરવા માટે 60 મિનિટનો સમય અપાશે.

કેટલા રૂપિયા ભરવાના રહેશે
આ પદ માટે અરજી કરવા માટે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને 944 àપિયા ભરવાના રહેશે. મહિલા કેન્ડિડેટ્સ, એસસી અને એસટી કેટેગરીના લોકોએ આ માટે 708 રૂપિયા ભરવાના છે. પીડબલ્યૂબીડીના અજદારોએ 472 રૂપિયા ભરવાના રહેશે.

કેટલો મળશે પગાર
સેલેરી જે વિસ્તારમાં તમારી નિમણૂંક થાય છે તેને આધારે મળે છે. જેમકે રુરલ કે સેમી અર્બન એરિયા માટે સેલેરી 10 હજાર રૂપિયા મહિના નક્કી છે. અર્બન વિસ્તાર માટે તે 12 હજાર રૂપિયા અને મેટ્રો માટે 15 હજાર રૂપિયા મહિને મળશે