khissu

મગફળીના હવે તેજી રહેશે, 1835 ઊંચો ભાવ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

જગતનાં તાત ને નમસ્કાર..
છેલ્લા એક અઠવાડિયથી મગફળીની બજારો પર નજર કરીએ તો મગફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામે આવકો પણ પુષ્કળ પ્રમાણમાં વધી છે. અને ખેડૂતોને સારા ભાવો પણ મળી રહ્યા છે. જેથી માર્કેટ યાર્ડમાં ઐતિહાસિક આવકો થઈ રહી છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો ઝીંકાયો: 1900+ નાં ભાવો, જાણો આજનાં બજાર ભાવ

નિષ્ણાંતોનાં મતે હવે માર્કેટ માર્કેટ યાર્ડમાં મગફળીની 50 ટકા આવકો ઠલવાઈ ગઈ છે. હવે જે મગફળી માર્કેટમાં આવશે એ મગફળીના ભાવ સારા જોવા મળશે. એટલે કે જે ખેડુત મિત્રો પાસે સારી મગફળી પડી હશે એ ખેડૂતો સારા ભાવ મળતા હોવાથી બજારમાં મગફળી લાવશે.

મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. મગફળીની વેચવાલી હવે દિવસે-દિવસે ઘટતી જતી હોવાથી સરેરાશ બજારમાં મજબૂતાઈ હતી. બીજી તરફ તેલ અને દાણામાં પણ ઘરાકી સારી હોવાથી જૂનાગઢ બાજુ ડિલીવરીનાં ભાવમાં ખાંડીએ રૂ.૨૦૦થી ૪૦૦નો ઉછાળો આવ્યો હતો. આગામી દિવસોમાં બજારમાં લેવાલી સારી રહેશે તો બજારો 

વધુ સુધરી શકે છે.

સીંગદાણાનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ૨૦મી નવેમ્બરે એક્સપોર્ટનાં કેટલાક વેપારોની ડિલીવરીનો સમય છે, જેને કારણે સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં છે અને તેની અસરે મગફળી પણ સુધરી છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સુધારાની સંભાવનાં છે.

જાડી અને જીણી મગફળીના કાલના (14/11/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10501300
અમરેલી8001250
કોડીનાર10801221
સાવરકુંડલા11451301
જેતપુર8461301
પોરબંદર10751205
વિસાવદર8851421
મહુવા12881420
ગોંડલ8201276
કાલાવડ10501265
જુનાગઢ9501268
જામજોધપુર9501250
ભાવનગર11711271
માણાવદર13201321
તળાજા11051249
હળવદ11251376
જામનગર9001220
ભેસાણ9001190
ધ્રોલ11251221
સલાલ12001400
દાહોદ10401180

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (14/11/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10701270
અમરેલી10421400
કોડીનાર10921336
સાવરકુંડલા11001500
જસદણ10001265
મહુવા11111168
ગોંડલ9251291
કાલાવડ11501342
જુનાગઢ10001195
જામજોધપુર9501370
ઉપલેટા10151240
ધોરાજી10011276
વાંકાનેર9501541
જેતપુર9411471
તળાજી12501665
ભાવનગર10811780
રાજુલા10501210
મોરબી10001394
જામનગર10001835
બાબરા11371233
બોટાદ10001235
ધારી10001211
પાલીતાણા11001181
લાલપુર10861125
ધ્રોલ10011233
હિંમતનગર11001702
પાલનપુર11001444
તલોદ10301620
મોડાસા10001511
ડિસા11001365
ઇડર12501741
ધનસૂરા10001200
ધાનેરા10501315
ભીલડી11001340
થરા11321300
દીયોદર11001310
માણસા11401302
વડગામ11801320
કપડવંજ9501000
શિહોરી11251310
ઇકબાલગઢ10981413
સતલાસણા10701370
લાખાણી11001332