કપાસમાં શનિવારે સપ્તાહના આખરી દિવસે કપાસમાં પ્રતિ મણે રૂ.25-30નો સુધારો નોંધાયો હતો. શનિવારે કેટલાક યાર્ડોમાં કપાસના ભાવ રૂ.1900ના મથાળે અથડાઇ ગયા હતા, હાલ આ ભાવમાં કપાસ ખરીદી જીનર્સોને રૂ તૈયાર કરવામાં પ્રતિખાંડીએ અંદાજે રૂ.2500 સુધીની ડીસ્પેરિટી હોવાને કારણે બજારમાં મર્યાદીત કામકાજો થઇ રહ્યા છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકોને મોટો ઝટકો, બેંકે વધાર્યો MCLR, હવે મોંઘી થશે લોન
જીનર્સોનો ખરીદીમાં ઉત્સાહ દેખાતો નથી. અગ્રણી માર્કેટિંગ યાર્ડોમાં સોમવારે બે લાખ મણે આવક નોંધાયા બાદ આવકો સતત ઘટવા લાગી હતી, આજે શનિવારે ફરી યાર્ડોમાં 1.98 લાખ મણની આવક નોંધાઇ હતી. બીજી તરફ હાલ પરપ્રાંત તરફથી એક માત્રમુંબઇ ખાનદેશ લાઇનમાંથી દૈનિક 45-50 ગાડીઓની કપાસની આવક નોંધાઇ રહી છે. એમ.પી. અને કર્ણાટક સહિતની લાઇનો શરૂ થઇ નથી. આ સપ્તાહમાં અગ્રણી માર્કેટિંગ યાર્ડોમાં કપાસની કુલ 10.81 લાખ મણની આવકો નોંધાતા તે મુજબના કામકાજ થયા હતા. કપાસના ભાવ આખું અઠવાડિયું રૂ.1800ની આસપાસ બોલાયા બાદ શનિવારે કપાસના ભાવ રૂ.1900ના મથાળે જોવા મળ્યા હતા.
ટોચના બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે લોકલ યાર્ડોના કપાસના ભાવમાં થોડો સુધારો થયો હતો. પરપ્રાંતથી આવેલા કપાસના ભાવમાં પડી પોઝિશન હતી. મહારાષ્ટ્રમાંથી આજે 30-35 ગાડીની આવકે કપાસમાં પ્રતિ મણે રૂ.1750-1820ના ભાવે, લોકલ કપાસમાં 90-100 ગાડીની આવકે રૂ.1800-1850ના ભાવે અને મેઇન લાઇનમાંથી 25-30 સાધનોની આવક વચ્ચે રૂ.1770-1825ના ભાવે કામકાજ થયા હતા. જીનર્સોમાં ખરીદીને લઇને ખાસ ઉત્સાહ દેખાતો ન હતો.
આજે જીનપહોંચ રૂ.1875 સુધી કામકાજ થયા હતા, તો ગામડે બેઠા રૂ.1825-1850 તેમજ યાર્ડોમાં રૂ.1800ના ભાવે કામકાજ થયા હતા. હજુ છુટથી કપાસ આવતો નથી.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, જે 10 વર્ષમાં આપશે બમણું વળતર
શનિવારે રાજકોટમાં કપાસની 17,000, બોટાદમાં 60,000, હળવદમાં 22,000, જસદણમાં 20,000, બાબરામાં 13,000 સહિત મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં કુલ 1,98,700 મણની આવક નોંધાઇ હતી. કપાસમાં સરેરાશ પ્રતિ મણે રૂ.1670-1941ના ભાવે કામકાજ થયા હતા. સૌથી ઊંચા ભાવ મોરબી યાર્ડમાં બોલાયા હતા. ખાસ કરીને રાજકોટ, બોટાદ, સાવરકુંડલા, ગોંડલ, બાબરા, વાંકાનેર, મોરબી, ગઢડા અન વીંછિયા સહિતના યાર્ડોમાં કપાસના ભાવે રૂ.1900નું મથાળું કુદાવી દીધુ હતું.
કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):
| તા. 12/11/2022 શનિવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1805 | 1925 |
| અમરેલી | 1090 | 1900 |
| સાવરકુંડલા | 1700 | 1900 |
| જસદણ | 1750 | 1895 |
| બોટાદ | 1619 | 1951 |
| મહુવા | 1684 | 1815 |
| ગોંડલ | 1741 | 1901 |
| કાલાવડ | 1800 | 1915 |
| જામજોધપુર | 1750 | 1921 |
| ભાવનગર | 1555 | 1882 |
| જામનગર | 1650 | 1895 |
| બાબરા | 1810 | 1925 |
| જેતપુર | 1200 | 1901 |
| વાંકાનેર | 1700 | 1926 |
| મોરબી | 1781 | 1941 |
| રાજુલા | 1750 | 1835 |
| હળવદ | 1700 | 1891 |
| વિસાવદર | 1790 | 1876 |
| તળાજા | 1701 | 1837 |
| બગસરા | 1745 | 1937 |
| જુનાગઢ | 1750 | 1848 |
| ઉપલેટા | 1650 | 1870 |
| માણાવદર | 1750 | 1920 |
| ધોરાજી | 1696 | 1906 |
| વિછીયા | 1770 | 1900 |
| ભેંસાણ | 1700 | 1896 |
| ધારી | 1700 | 1900 |
| લાલપુર | 1735 | 1900 |
| ખંભાળિયા | 1750 | 1851 |
| ધ્રોલ | 1738 | 1886 |
| દશાડાપાટડી | 1750 | 1771 |
| પાલીતાણા | 1640 | 1890 |
| સાયલા | 1800 | 1900 |
| હારીજ | 1811 | 1901 |
| ધનસૂરા | 1600 | 1760 |
| વિસનગર | 1600 | 1884 |
| વિજાપુર | 1750 | 1800 |
| કુકરવાડા | 1700 | 1858 |
| ગોજારીયા | 1827 | 1886 |
| હિંમતનગર | 1595 | 1864 |
| માણસા | 1769 | 1881 |
| કડી | 1701 | 1879 |
| મોડાસા | 1600 | 1691 |
| પાટણ | 1780 | 1882 |
| થરા | 1802 | 1865 |
| તલોદ | 1650 | 1830 |
| સિધ્ધપુર | 1720 | 1900 |
| ડોળાસા | 1630 | 1862 |
| ટિંટોઇ | 1550 | 1705 |
| દીયોદર | 1750 | 1870 |
| બેચરાજી | 1780 | 1855 |
| ગઢડા | 1725 | 1903 |
| ઢસા | 1770 | 1870 |
| કપડવંજ | 1550 | 1600 |
| ધંધુકા | 1795 | 1886 |
| વીરમગામ | 1682 | 1853 |
| જાદર | 1500 | 1800 |
| જોટાણા | 1765 | 1811 |
| ચાણસ્મા | 1793 | 1868 |
| ભીલડી | 1600 | 1745 |
| ખેડબ્રહ્મા | 1735 | 1800 |
| ઉનાવા | 1700 | 1882 |
| શિહોરી | 1735 | 1840 |
| લાખાણી | 1680 | 1865 |
| ઇકબાલગઢ | 1700 | 1762 |
| સતલાસણા | 1670 | 1780 |
| ડીસા | 1661 | 1700 |