Top Stories
khissu

ગુજરાત ખેડૂતો થઇ જાવ તૈયાર, ફરી આ તારીખોમા ચોમાંચું સક્રિય: અંબાલાલ પટેલ

હાલમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ત્યાર પછી મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રમાં પડતો વરસાદ અમૃત સમાન હોય છે. 18થી 24 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં નવું બીજું લો-પ્રેસર સક્રીય થશે જે ગુજરાતમાં સારો વરસાદ આપશે. 

1) 11 ઓગસ્ટ સુધી હળવો છૂટો છવાયો વરસાદ ચાલુ રહશે.

2) 11 ઓગસ્ટ સુધીમાં ઉત્તર-મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડું રહશે.

3) સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં વરસાદની ખેસ જણાઈ રહી છે, જોકે હજી વરસાદ ગયો નથી, હાલનો વરસાદ ચાલુ રહશે.

4) 14-15 ઓગસ્ટ આજુબાજુ પણ સારો વરસાદ રહશે.

5) તારીખ 18-24માં બંગાળનાં ઉપસાગરમાં બીજું વહન ચાલુ થશે. અને આ વહન સારો વરસાદ આપશે.

6) 18-24 દરમિયાન સૌરાષ્ટ્રનાં દક્ષિણનાં ભાગો, ભાવનગરનાં ભાગો, ગીર સોમનાથના ભાગો, પશ્વિમ સૌરાષ્ટ્રનાં ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે.

7) દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ સાથે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના-કડી-સમીનાં ભાગો સિધ્ધપુર, વિસનગર સાથે સાથે સુરેન્દ્રનગરનાં પારડી, ઢસાના ભાગોમાં વરસાદ થશે. 

8) 14-15 તારીખમાં વરસાદ થયા પછી બીજું વરસાદી વહન ચાલુ થશે. 

9) હજી વરસાદ ગયો નથી. ફરી ચોમાસું સક્રિય થઈ શકે એમ છે. 

10) હાલમાં જે વરસાદ છે તે આશ્લેષા નક્ષત્રનો છે. જે વરસાદ પાણી કૃષિ લાયક હોતું નથી. ખેતીના બીજા કામો કરવા હિતાવહ છે. 

11) 18 તારીખ પછી જે વરસાદ થશે તે મઘા નક્ષત્રનો હશે મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન ગણાય છે. 

12) અમદાબાદ જિલ્લામાં હાલમાં વરસાદી છાંટા ચાલુ રહેશે. 14-15 તારીખમાં વરસાદી ઝાપટા વધશે અને ત્યાર પછી 18થી 24 તારીખમાં અમદાવાદમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે. 

તો ખેડૂત મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં ફરીથી ચોમાસુ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય બનશે. 

અંબાલાલના જણાવ્યા અનુસાર આશ્લેષા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ઓછું અને મઘા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. આશ્લેષા નક્ષત્ર કરતા મઘા નક્ષત્રનો વરસાદ ગુજરાતના ખેડૂતો માટે ફાયદા સ્વરૂપ હોય છે. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે ખાસ છે કરો.