khissu

આવું તે કંઈ હોતું હશે ? ભર ઉનાળે હવામાન વિભાગે કરી બે દિવસ વરસાદની આગાહી જાણો કયા?

રાજ્યમાં તાપની વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. શુક્રવારે પણ આખો દિવસ પવન ફૂંકાતા ગરમીમાં થોડા અંશે રાહત મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અનેક આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

શુક્રવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાત હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, દરિયા કિનારે ચોથા અને પાંચમા દિવસે એટલે 15 અને 16 તારીખના સૌરાષ્ટ્ર અને કચ્છના રોજ ડિસકમ્ફર્ટ કન્ડિશન બની રહેશે. રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે.

14 એપ્રિલે ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
14 એપ્રિલનાં રોજ વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

સોમવારે ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
તા. 15.04.2024 નાં રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદ જીલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, 18 એપ્રિલ સુધીમાં પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે. કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, દેશના કેટલાક ભાગોમાં 18 તારીખ સુધીમાં મોટો પલટો આવશે. આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ઘીમો તો ક્યાંક છાંટા પડશે