khissu

Gujarat Weather Forecast: અશોક પટેલ દ્વારા ચોમાસું બેસવાને લઈને 5 મોટી આગાહી

મુંબઈમાં ચોમાસું પહોંચી ગ્યા પછી ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલ કરી 5 મોટી આગાહી

1) દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આજે મુંબઈમાં એન્ટ્રી કરી દીધી છે. મધ્ય અરબી સમુદ્રનો ભાગ, કોંકણ વિભાગ, મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આજે ચોમાસું બેસી ગયું છે.

2) ચોમાસું આગળ વધવા માટે વાતાવરણ સારું છે.

3) દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર વેરાવળ પટ્ટીના દરિયા કિનારાના વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું બેસે તેવા ઉજળા સંજોગો છે.

4) આગામી ૧૫મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાઈ પટ્ટીમાં ચોમાસું બેસી જશે.

5) પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓરિસ્સા રાજ્યમાં 17મી જૂન સુધીમાં ચોમાસુ એન્ટ્રી કરી લેશે.