khissu

અંબાલાલ પટેલે નવી આગાહી કરીને બધાને ધ્રુજાવી દીધા, ઠંડી સાથે-સાથે મેઘરાજા પણ બેટિંગ કરશે!!

Gujrat Weather update: ગુજરાતમાં વાતાવરણ અવાર નવાર બદલી રહ્યું છે. સવારે ઠંડી, બપોરે ગરમી તો સાંજે ફરીથી ઠંડી લાગી રહી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોમાં ફરીથી ચિંતા વધી છે.

સસ્તામાં પણ સસ્તો ગેસ સિલિન્ડર મેળવવાનો મોકો, આ રીતે ઘરે બેઠા સીધા આટલા રૂપિયાનો ફાયદો

આ આગાહીમાં અંબાલાલે જણાવ્યું કે 14થી 18 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલે 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની આગાહી કરી છે.

પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની ગઈ કરોડપતિ, મળશે ધાર્યા બહારનું વળતર!

અંબાલાલ કહે છે કે 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે. 

બેંક ઓફ બરોડાએ લાખો ગ્રાહકોને કર્યા એલર્ટ! 50 હજારની લાલચ એવી ભારે પડશે કે આખું ખાતું ખાલી થઈ જશે 

 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે વરસાદ આવે છે કે કેમ??