Top Stories
khissu

ગુલાબ વાવાઝોડું: જાણો હાલ ક્યાં છે? ગુજરાતમાં કેટલી અસર? કઈ તારીખે?

25 તારીખની સવારની અપડેટ મુજબ હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર વાવાઝોડું બનવાનું એલર્ટ જાહેર કરી દીધું છે. હાલમાં બંગાળની ખાડીમાં લો-પ્રેસર ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગયું છે અને આજે બપોર બાદ ગમે ત્યારે cyclonic storm એટલે કે નાનું વાવાઝોડું બની જશે. આ વાવાઝોડાનો રસ્તો તમે અહીં ક્લિક કરીને જોઈ શકશો. બીજી વેબસાઈટમા રસ્તો: અહી ટચ કરો.

વાવાઝોડાનું નામ શું હશે?
બંગાળની ખાડીમાં વાવાઝોડું બની જશે ત્યાર પછી તેમનું નામ કરણ કરવામાં આવશે, આ વખતે નામકરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ છે. વાવાઝોડાનું નામ ગુલાબ હશે. આપને જણાવી દઇએ કે દર વર્ષે Union દ્વારા વાવાઝોડા નાં નામો પહેલેથી જ નક્કી કરી નાખવામાં આવતાં હોય છે. ગુલાબ વાવાઝોડાને post Monsoon cyclone (ચોમાસું વિદાય સમયનું વાવાઝોડું) ગણવામાં આવશે.

વાવાઝોડું ક્યાં ટકરાશે? કેટલી સ્પીડ? 
આવતીકાલે ગુલાબ વાવાઝોડુ ઉત્તર આંધ્ર પ્રદેશથી દક્ષિણ ઓરિસ્સા વચ્ચેનાં વિસ્તારો સાથે ટકરાશે. જ્યારે ટકરાશે ત્યારે તેમની સ્પીડ ૧૦૦થી લઈને ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. જોકે વાવાઝોડું ટકરાશે ત્યાર પછી ધીમે ધીમે નબળું પડતું હશે. જોકે ગુલાબ વાવાઝોડાનું ફોર્મ વધારે મોટું ન હોવાને કારણે વધારે નુકસાન થાય તેવી શક્યતા જણાતી નથી. 

ગુજરાતમાં કેટલી અસર? 
વાવાઝોડું ટકરાયા બાદ ધીમે-ધીમે નબળું પડતું જશે પરંતુ એમનો રસ્તો સીધો ગુજરાત તરફ જણાઈ રહ્યું છે. જ્યારે ગુજરાત નજીક પહોંચશે ત્યારે વેલ માર્ક લો-પ્રેસર તરીકે હોઈ શકે છે. અથવા થોડું નબળું પડી અને પછી ફરીથી વધારે મજબૂત થઈ શકે છે જેમની વધારે માહિતી આગામી દિવસોમાં અમે Khissu માં જણાવતાં રહીશું.

ગુજરાતમાં ક્યાં વધુ અસર? 
હાલના મોડેલ મુજબ વાવાઝોડા નો રૂટ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ જણાઈ રહ્યો છે. જો આ રૂટ મુજબ વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી કરશે તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. વાવાઝોડાની અસર ગુજરાતમાં 27 તારીખથી ચાલુ થઇ જશે અને ત્યાર પછી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે. ગુજરાતમાં 27-28-29 તારીખમાં રોજ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ ની સંભાવના રહેલ છે. 

ખેડૂત ભાઇઓ માટે ખાસ નોંધ: ગુજરાતના જે ખેડૂત ભાઈઓને મગફળી કાઢવાની બાકી હોય તે લોકો થોડા દિવસ હજી રાહ જોઈ શકે છે. અને જે ખેડૂત ભાઈઓએ મગફળી કાઢી છે તેમણે પોતાની વ્યવસ્થા કરી રાખવી હિતાવહ રહેશે. એટલે કે મગફળી ભેગી કરી દેવી, તાડપત્રીની વ્યવસ્થા કરી રાખવી વગેરે... 

ગુજરાત ઉપર ગુલાબ વાવાઝોડાની સીધી અસર નહીં થાય, પરંતુ આડકતરી રીતે અસર થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે ખાસ કરીને આ માહિતીને whatsapp ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો.