Top Stories
khissu

HDFC બેંકનાં ગ્રાહકોને મોટો ઝટકો! હવે બેંકે તેની તમામ લોન પર વધાર્યા વ્યાજદર

દેશની નંબર વન ખાનગી બેંક એચડીએફસી બેંકે તેની તમામ પ્રકારની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

HDFC બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 5-10 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે. આ વધારો આજથી એટલે કે 8 ઓગસ્ટ 2022થી તાત્કાલિક અસરથી લાગુ થશે.

આ પણ વાંચો: પૈસાની તાત્કાલિક જરૂર માટે બેંક આપે છે આ સુવિધા, જુઓ તમારા કામના સમાચાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ (0.50 ટકા)ના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે. ઓગસ્ટમાં મળેલી RBIની MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રેપો રેટમાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે
સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવાર, 5 ઓગસ્ટના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અસરકારક રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે. આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો આધાર કાર્ડમાં કેટલી વાર કરી શકાય છે અપડેટ? અહીં જાણો તેની મર્યાદા

આરબીઆઈએ અગાઉ મે 2022માં રેપો રેટમાં અચાનક 0.50 ટકાનો વધારો કર્યો હતો, જ્યારે જૂન 2022ની MPC બેઠકમાં તેમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે મે મહિનાથી રેપો રેટમાં કુલ 1.40 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ છે. આ વધારા સાથે તમારી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. બેંકો પણ ટૂંક સમયમાં તેમના વ્યાજ દરો (બેંક દરોમાં વધારો) વધારવાનું શરૂ કરશે.