Top Stories
khissu

હોળી બાદ HDFC બેંકે ગ્રાહકોને આપ્યો સૌથી મોટો ઝટકો, હોમ લોન પર વ્યાજદરમાં તોતિંગ વધારો ઝીંક્યો

HDFC Bank Home Loan: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા બેંકે ગ્રાહકોને હોમ લોન પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. HDFC બેંકે તેની રેપો-લિંક્ડ હોમ લોન પરના વ્યાજ દરોમાં 10-15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ લોનના દર 8.70 થી 9.8 ટકાની રેન્જમાં આવી ગયા છે.

બેંકની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર હોમ લોનના દરમાં આ ફેરફાર HDFC બેંક અને HDFCના મર્જરને કારણે થયો છે અને હવે તેને રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) સાથે જોડવામાં આવશે નહીં.

બેંકે FAQ જારી કર્યા

બેંક દ્વારા જારી કરવામાં આવેલા FAQ મુજબ, તમારા એકાઉન્ટ પર લાગુ વ્યાજ દર હવે રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR) ને બદલે EBLR (બાહ્ય બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) સાથે લિંક કરવામાં આવશે. આ ફ્લોટિંગ વ્યાજ દરો પરના નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન કરે છે. મર્જર પછી ROI માં કોઈ ફેરફાર થશે નહીં અને ભવિષ્યમાં કોઈપણ ફેરફારો EBLR પર આધારિત હશે. બેંકે સ્પષ્ટતા કરી છે કે નવા રેપો લિંક્ડ વ્યાજ દર નવા ગ્રાહકોને લાગુ પડશે. જૂના ગ્રાહકો RPLR ચાલુ રાખી શકે છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

રેપો રેટ શું છે?

બાહ્ય બેન્ચમાર્ક ધિરાણ દરો આરબીઆઈ રેપો રેટ સાથે જોડાયેલા છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા છે. રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર ભારતની મધ્યસ્થ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) વ્યાપારી બેંકોને લોન આપે છે. તેના આધારે લોન લેનારાઓની EMI નક્કી કરવામાં આવે છે.

અન્ય બેંકોમાં હોમ લોનના દરો શું છે?

ICICI બેંકમાં હોમ લોનના દર 9 ટકાથી 10.05 ટકાની વચ્ચે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના હોમ લોનના દર 9.15 ટકાથી લઈને મહત્તમ 10.05 ટકા સુધી છે. બીજી તરફ એક્સિસ બેંક તેના ગ્રાહકોને 8.75 થી 9.65 ટકાના દરે હોમ લોન આપી રહી છે. તે જ સમયે કોટક મહિન્દ્રા બેંક ગ્રાહકોને 8.70 ટકાના દરે લોન આપી રહી છે.