Top Stories
khissu

આ 2 શેરમાં કરો રોકામ મળશે 8 થી 16% નું રિટર્ન

શેરમાર્કેટમાં અવનવા સ્ટોક વિશે તમે સાંભળતા જ હશો. બજારના આ ઉતાર-ચઢાવ વચ્ચે એ નક્કી કરવું મુશ્કેલ છે કે ક્યો સ્ટોક ભવિષ્યમાં સારું વળતર આપશે. હવે આ મુશ્કેલીને કરો દૂર HDFC સિક્યોરિટીઝની ભલામણ દ્વારા. બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝે સૂચવ્યા 2 એવા સ્ટોક કે જે તેજીમાં છે. તેમણે જણાવ્યું કે 18 જાન્યુઆરી, 2021ના રોજ આગામી 3 મહિના માટે આ 2 સ્ટોકમાં કરેલું રોકાણ લગભગ 8-16 ટકાનું વળતર આપી શકે છે. તો આ બંન્ને સ્ટોક છે (1)લક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને (2) એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડ. 

(1) લક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
HDFC સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, લક્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.સ્ટોક હાલમાં રૂ.3,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટોક આવનારા 3 મહિનામાં લગભગ 9% વળતર આપી શકે છે. બ્રોકરેજ ફર્મે આ માટે રૂ.4,194 નો ટાર્ગેટ આપ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારે તેનો સ્ટોપલોસ રૂ.3,432 પર રાખવો જોઈએ. HDFC સિક્યોરિટીઝે કહ્યું છે કે આ લક્ષ્ય 3 મહિનાની અંદર શક્ય છે.

(2) એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડ
HDFC સિક્યોરિટીઝે બીજો સ્ટોક એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડ જણાવ્યો. આ વિશે મંગળવારે જ કંપનીએ આ શેરને 189.45 રૂપિયામાં ખરીદવાની સલાહ આપી છે. HDFC સિક્યોરિટીઝનું કહેવું છે કે આ સ્ટોક આવનારા 3 મહિનામાં લગભગ 16% વળતર આપી શકે છે. કંપનીએ આ માટે રૂ.220નો ટાર્ગેટ આપ્યો છે. જોકે, કંપનીએ આ માટે સ્ટોપલોસ પણ આપ્યો છે જે રૂ.177 પર છે.

કંપનીઓ વિશે
-લક્સ ઇન્ડસ્ટ્રીઝ, જે અગાઉ બિશ્વનાથ હોઝિયરી મિલ્સ તરીકે જાણીતી હતી. આ એક ભારતીય અન્ડરવેર કંપની છે. આ કંપનીનું મુખ્ય મથક કોલકાતા તથા પશ્ચિમ બંગાળ છે. આ ઇન્ડસ્ટ્રીઝ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે હોઝિયરીનું વિશાળ પાયા પર ઉત્પાદન કરે છે. અલબત્ત, લક્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની સૌથી જૂની અન્ડરવેર કંપનીઓમાંની એક છે.

-એસ્ટર ડીએમ હેલ્થકેર લિમિટેડની સ્થાપના 1987માં કેરળના આઝાદ મૂપેન દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં નોંધાયેલ છે. એસ્ટર ડીએમ હેલ્થકેર હાલમાં ભારત અને મધ્ય પૂર્વમાં હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, તબીબી કેન્દ્રો અને ફાર્મસીઓનું સંચાલન કરે છે.