khissu

આવી સજા સાંભળીને તમને પણ મજાક લાગશે | જાણો 5 અજીબ પ્રકારની સજા

કોઈ અપરાધીને અપરાધ કરવા બદલ ગુના મુજબ સજા થતી હોય છે કે જેથી અપરાધી ફરીવાર તે ગુનો કરતા 100 વાર વિચાર કરે પણ આજે તમને એવી 5 સજા વિશે જણાવીશું જે સાંભળીને તમને ખરેખર મજાક જ લાગશે.

1) અમેરિકામાં મિસૌરી શહેરમાં રહેતો ડેવિડ બેરી નામના યુવાને સેકંડો હરણ નો શિકાર કર્યો હતો. આ ગુના માટે તેને ઈ. સ. 2018 માં માટે 1 વર્ષની સજા કાપ્યા બાદ મહિનામાં ઓછામાં ઓછું એક વાર ડિઝની ના બામ્બી કાર્ટૂન જોવાની સજા ફરમાવી.

2) વર્ષ 2003 માં અમેરિકાના શિકાગો શહેરમાં રહેતા બે યુવાનોએ ક્રિસમસ ની સાંજે ચર્ચમાંથી ઈસા મસીહ ની મૂર્તિ ચોરી હતી અને તેને નુકશાન પણ પહોંચાડ્યું હતું. આ ગુના માટે તેને 45 દિવસની સજા સાથે પોતાના ગૃહનગરમાં એક ગધેડા સાથે માર્ચ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

3) વર્ષ 2011 માં અમેરિકાના ઓક્લાહોમા માં રહેતો 17 વર્ષનો ટાયલર એલરેડ શરાબ પીને ગાડી ચલાવતા એક દુર્ઘટના માં તેના મિત્રની મોત થઈ હતી. ત્યારે ટાઈલર હાયસ્કૂલ માં અભ્યાસ કરતો હતો તેથી અદાલતે તેને હાયસ્કૂલ અને ગ્રેજ્યુએશન પૂરું કરવાની ઉપરાંત આખું વર્ષ દરમ્યાન ડ્રગ અને શરાબ ની ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો આ ઉપરાંત 10 વર્ષ સુધી ચર્ચ જવાની સજા પણ સંભળાવવામાં આવી.

4) સ્પેન ના ઇંદલુસિયા માં રહેતો 25 વર્ષ નો યુવક ને તેના માતા પિતા પોકેટ મની આપતા ન હોવાથી તેણે અદાલત માં મામલો મૂક્યો. અદાલતે ઉલ્ટાનું તેને જ સજા ફરમાવી કે 30 દિવસની અંદર તે તેના માતા પિતાનું ઘર છોડી દે અને પોતાના પગે ઉભો થાય.

5) બીબીસી ની રિપોર્ટ મુજબ વર્ષ 2008 માં એન્ડ્રયુ વેક્ટર પોતાની કારમાં મોટા અવાજે સંગીત સાંભળી રહ્યા હતા તેવામાં તેના પર 120 પાઉન્ડ એટલે કે લગભગ 11000 રૂપિયાનો દંડ લાગ્યો. જોકે પછીથી આ દંડ ઘટાડીને 30 પાઉન્ડ કરી દિધો પરંતુ સાથે એન્ડ્રુ વેક્ટરને 20 કલાક સુધી બીથોવન, બાખ અને શોપેન નું શાસ્ત્રીય સંગીત સાંભળવા ની સજા સંભળાવી.