khissu

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો 26 અને 27 તારીખમાં ક્યાં વરસાદ ?

ગુજરાત ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જાાયો છે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં (ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

26 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
આજે 26 જુનના રોજ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બાકીના (ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સંભાવતા છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી નવસારી જેવા જિલ્લામાં વરસાદની સંભાવના છે કચ્છમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, મુદ્રા, માંડવી જેવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, થરાદ, વાવ, બોર્ડર લાગું વિસ્તારમાં, ખેડબ્રહ્મા, ઈડર અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની સામાવના છે. માધ્ય પૂર્વે ગુજરાતમાં ખાસ કોઈ સંભાવના નથી છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

27 તારીખે આટલા વિસ્તારમાં વરસાદ
ગુજરાતમાં 27 તારીખે થી સાવેત્રીક વરસાદનો રાઉન્ડ આવણે જે 4 જુલાઈ સુધી રહેવાની સંભાવના છે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે.

27 તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર કચ્છ અને મધ્ય પૂર્વે ગુજરાતમાં વિસ્તારમાં ધીરે ધીરે વધારો થશે.

1. ગઈકાલે આટલા જિલ્લામાં વરસાદ નોંધાયો
ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ ખોટાદ જામનગર સુરેન્દ્રનગર વલસાડ નવસારી સુરત ભરૂચ સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ખેડા દાહોદ વડોદરા જિલ્લામાં વરસાદ નોંધાયો અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.