khissu

ખેડુતો માટે માઠા સમાચાર: બપોર બાદ ભારે વરસાદની આગાહી, આવતી કાલથી વરસાદનું જોર ઘટશે

 નમસ્તે ગુજરાત...
રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આવતી કાલથી વરસાદ પડવાનું પ્રમાણ ઘટશે એટલે કે કાલથી હવામાનમાં પલટો આવશે.

આજે એટલે કે 14 તારીખે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. આજે રાત્રે સામાન્ય હળવા ઝાપટાં જોવા મળશે. આવતી કાલથી 15 જૂનથી 18 તારીખ સુધી વરસાદમાં ધટાડો નોંધાશે. અથવા તો ઘણા વિસ્તારોમાં નહિવત વરસાદ થશે.

હવામાન વિભાગના મોડેલ મુજબ 19 તારીખ બાદ ફરી વરસાદનો નાનો રાઉન્ડ આવી શકે છે. આજે દક્ષિણ સૌરાષ્ટ્ર કોસ્ટલ ની સાથે પશ્ચીમ સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે. જો કે ગઈ કાલના પ્રમાણમાં ખૂબ જ ઓછી રહેશે.

ગુજરાતમાં 12 થી 14 તારીખ વચ્ચે અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં આવવાના કારણે આગાહી કરવામાં આવી હતી. જે મુજબ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ પડ્યો હતો.  પરંતું આજથી આ સિસ્ટમની અસર ઘટી જશે. અને વરસાદ પણ ઘટી જશે.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત થી દીવ વેરાવળ ચોમાસુ બેસી ગયું છે. સામાન્ય તારીખ કરતા ચોમાસુ બે દિવસ વહેલા ગુજરાતમાં પ્રવેશ્યું છે. હાલ અરબી સમુદ્રમાં UAC સક્રિય છે. તેના કારણે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. 19 તારીખ બાદ વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.  

ગુજરાત પર 19 તારીખ પછી ફરી વરસાદના ઉજળા સંજોગો બને તેવું વેધર ડેટા જણાવી રહ્યા છે. હાલમાં અરબી સમુદ્રમાં વરસાદનાં પરિબળો માટે થોડા નબળા છે. જ્યારે બંગાળની ખાડી સંપૂર્ણપણે ડિએક્ટિવ જેવી છે. જો કે 19 તારીખ પછી ભારતમાં ઘણા બધા રાજ્યો, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ હશે. જેને કારણે વરસાદની શકયતાઓ ગુજરાતમાં રહેલી છે. વાવણી ની વાત કરીએ તો વેધર ડેટાનાં જણાવ્યા મુજબ જૂન મહિનાના છેલ્લા બે અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.