khissu

વરસાદને લઈને મોટી આગાહી અહીં પડી શકે છે ભારે વરસાદ

આજથી ગુજરાતના વધુ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં મિની સાયક્લોનિક સીસ્ટમ સર્જાય છે. જેના કારણે ગુજરાત તરફ વરસાદ ખેચી લાવતા પવનો જોવા મળ્યા છે. વેધર મોડેલ પ્રમાણે એક મજબૂત લો પ્રેશરની સીસ્ટમ બની છે. જેનો મોટો લાભ ગુજરાતને થશે.

આજે સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાઇ શકે છે. આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતાઓ છે. સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનરના જિલ્લામાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ખેડા ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ હળવો કે મધ્યમ વરસાદ થઈ શકે છે.

આજે ગીર સોમનાથ, અરવલ્લી, દ્વારકા, ડાંગ, સાપુતારા, વલસાડ અને જુનાગઢ જેવા વિસ્તારોમા બપોર પહેલા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો.