khissu

આજથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતી ભારે વરસાદની આગાહી

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘરાજાએ હેત સાથે વરસવાનું શરુ દિધેલ છેલ્લા ત્રણ દિવસ થયા શહેર તાલુકામાં છુટછવાયા વરસાદ બાદ ગઇ કાલે તાલુકાના ઘણા ગામોમાં મુશળાધાર વરસાદ વરસતા લોકોમાં રાહત જોવા મળી હતી

રાજ્યભરમાં હાલ અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે છતીસગઢ પર રહેલું લો-પ્રેશર હવે મધ્યપ્રદેશ સુધી પહોંચતા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આગામી 8-9 જુલાઇએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ થવાની સંભાવના છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે

આજે રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમા દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે બપોર બાદ અને રાત્રિ દરમિયાન સારા વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં અને અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદની શક્યતા છે.