khissu

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, આ જિલ્લા સાવધાન થઈ જજો

મિત્રો પોરબંદર અને વડોદરા વચ્ચે સ્થિર થયેલું નૈઋત્યનું ચોમાસું હજુ આગળ વધ્યું નથી. પરંતું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી નવી સિસ્ટમનાં કારણે અનેક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્રનાં અન્ય વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટરલ દિશામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેનાં કારણે મહારાષ્ટ્રના દરિયા કિનારે મોટો અને જોરદાર વરસાદનો કરંટ પણ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તરફથી સાઉથ  વેસ્ટર્ન પવન ફૂંકાઇ રહ્યો છે. તેના કારણે સારા વરસાદની સંભાવના વધુ એક વખત પ્રબળ બની છે.

બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમનાં કારણે ગુજરાત ઉપરાંત ગોવા, કર્ણાટક, કોંકણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 5 દિવસ ગુજરાતમાં સારો વરસાદ થશે. મોટા ભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગોમાં વધુ વરસાદ રહેશે. આજે સાંજે તથા આવતી કાલે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.