khissu

લ્યો હવે માર્કેટમાં આવી ગયું હીરોનું આ ઇલેક્ટ્રિક સ્પ્લેન્ડર, જાણો તેની કિંમત અને ફિચર્સ

ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલી રફ એન્ડ ટફ બાઇક હીરો સ્પ્લેન્ડરનો નવો ઇલેક્ટ્રિક અવતાર લોકોના દિલ જીતી રહ્યો છે. આજકાલ જે રીતે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો જોક વધી રહ્યો છે તેવામાં આ ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં હીરોનું ઇલેક્ટ્રિક સ્પ્લેન્ડર ધૂમ મચાવી રહ્યું છે.

કંપનીના ચેરમેન વિનય રાજ સમશેખરે LinkedIn પર તેમની સૌથી જૂની બાઇકના મોડલનો નવો અવતાર શેર કર્યો છે. એટલે કે ઇલેક્ટ્રિક હીરોએ સ્પ્લેન્ડરની તસવીર શેર કરી છે. આ બાઈકની ડિઝાઈન બિલકુલ સ્પ્લેન્ડર જેવી છે પરંતુ એન્જિનની જગ્યાએ મોટર અને બેટરી પેક આપવામાં આવ્યું છે. કારણ કે આ પેટ્રોલથી ચાલતી બાઇક નથી પરંતુ EV છે.

આ પણ વાંચો: આ 9 મોટા ફેરફારોની ભારે અસર પડશે તમારા ખિસ્સા પર

ઇલેક્ટ્રિક સ્પ્લેન્ડરની કિંમત કેટલી છે
વિનય રાજે સ્પ્લેન્ડરના જે ઈલેક્ટ્રિક અવતારનો ફોટો શેર કર્યો છે તે હીરો દ્વારા બનાવવામાં આવ્યો છે. ચેરમેને ફોટો જાહેર કરતાં લખ્યું કે 'હીરો સ્પ્લેન્ડર ભારતીય ગ્રાહકો માટે જરૂરી બની ગયું છે, તેનું પ્રદર્શન સારું છે. અને તે ક્યારેય વૃદ્ધ થતો નથી. તેના ભાગો જરૂરી અને અસરકારક છે.'

આ બાઇક હજુ પણ પ્રોટોટાઇપ છે. તેની કિંમત નક્કી કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ બાઇકની કિંમત સસ્તી હશે અથવા તે પેટ્રોલ સ્પ્લેન્ડરની કિંમતની આસપાસ હશે.

ઇલેક્ટ્રિક સ્પ્લેન્ડરની વિશેષતાઓ
ઇલેક્ટ્રિક સ્પ્લેન્ડરને ડિજિટલ રેન્ડર નામ આપવામાં આવ્યું છે. બાઇકમાં જૂના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એન્જિનની જગ્યામાં બેટરી પેક ફીટ કરવામાં આવ્યું છે. આ બાઈકમાં કોઈ ગિયર બોક્સ નથી. ચાવી ફેરવીને જ બાઇક સ્ટાર્ટ થાય છે. જેવી રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર ચાલે છે તેવી જ રીતે આ બાઇકની મોટર પણ કામ કરે છે.

બાઇકમાં 9Kwh બેટરી પેક છે, ફ્યુઅલ ટેન્કમાં ચાર્જિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બાઇકને સિંગલ ચાર્જમાં 180 કિમીની રેન્જ આપે છે.