khissu

વાવાઝોડા થી કેટલો વરસાદ પડી શકે? ગઈ કાલે ક્યાં વરસાદ પડ્યો હતો?

17 મેં 10 વાગ્યા ની માહિતી: વાવાઝોડું હવે માત્ર 250 km દૂર મોડી સાંજે રાત્રે ટકરાશે. ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં 2 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં ખાસ વાવાઝોડું જ્યાં ટકરાશે ત્યાં વધારે અસર જોવા મળશે, સૌરાષ્ટ્ર રેડ એલર્ટ માં છે. 

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ના કારણે છેલ્લા 24 કલાક માં ધોળકામાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપુરના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ, પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ વરસાદ પડ્યો હતો.

ક્યાં ક્યાં જિલ્લામાં સૌથી વધુ અસર? 

નીચે જાણવેલ વાવાઝોડા થી પ્રભાવિત થતા જિલ્લામાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં થશે. ત્યાર બાદ રાજકોટ, બોટાદ, દ્વારકા, વલસાડ, સુરત, નવસારી, આણંદ, ભરૂચ જિલ્લામાં પણ સારી એવી અસર રહેશે. ઉપરોક્ત દરેક જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદની શકયતા 18 તારીખ સુધી રહેશે.

આ પણ વાંચો: શું હોય છે વાવાઝોડા દરમિયાનના સિગ્નલો? ક્યાં સિગ્નલ માં કેટલી મુશ્કેલી?

આ સિવાઈ ના બધા જિલ્લા માં પણ પવન ની ઝડપ માં ઘણો વધારો થશે અને વાવાઝોડું ફૂકાશે તો ખરી જ પણ થોડી ઓછી અસર રહેશે અને વરસાદ ની પણ બાકી બધે પૂરી શકયતા છે.