ગુજરાતના દરિયાકાંઠાના બંદરો પર વાવાઝોડા ના પગલે વારંવાર સિગ્નલ લાવવામાં આવતાં હોય છે તો શું છે આ સિગ્નલ? ક્યાં સિગ્નલ માં કેટલી પવન ઝડપ હોય છે?
અરબ સાગરમાંથી ઉદ્દભવેલા ચક્રવાર્તી તોફાન (taukte) ટૌકતે ને લઈને ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરી દીધી છે. આ વાવાઝોડાં ની વચ્ચે કર્ણાટક માં ભારે વરસાદના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. અને કર્ણાટક રાજ્યમાં કુલ 73 ગામોને (taukte) ટૌકતે ની અસર થઈ છે. હાલ ટૌકતે વાવાઝોડુ ગોવાના દરિયાકાંઠાનાં વિસ્તારમાં ત્રાટક્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત ગુજરાતના વેરાવળ અને પોરબંદર ની વચ્ચે આવેલા માંગરોળ દરિયા કાંઠા નજીક ટકરાશે. મૌસમ વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દરિયાકાંઠાનાં વિસ્તારમાં 150 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારોમાં એક, બે નંબર નાં સિગ્નલો પણ આપી દેવાયા છે. ઘણા લોકો વિચારતા હશે આ સિગ્નલો શું છે તેનો અર્થ શું થાય ? સિગ્નલો થી વાવાઝોડા ની અસર કેટલી હોય ?
શું સૂચવે છે આ સિગ્નલો ?
1 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ઝડપી પવનથી સાવધાન અને સતર્ક રહેવું.
2 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 - 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ દરિયામાં જહાજો માટે એક સંકેતનુ કામ કરે છે.
3 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે પવન ની ઝડપ 40 - 50 કિમી પ્રતિ કલાકની રહેશે અને દરિયાઇ વિસ્તાર વાવાઝોડાથી પ્રભાવિત થશે.
4 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 - 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ દરમિયાન હવામાન યોગ્ય નથી.
5 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 - 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયામાં બનેલું વાવાઝોડુ તોફાનમાં ફેરવાશે.
6 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 - 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ ત્યારે આપવામાં આવે જ્યારે વાવાઝોડુ બાજુમાંથી નીકળવાનુ હોય.
7 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 60 - 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયા કાંઠે આવેલા બંદરો માટે ભયજનક ખતરો સાબિત થઈ શકે છે.
8 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 90 - 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ ખૂબ જોખમી ચેતવણી આપે છે.
9 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 90 - 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ સૂચવે છે કે વાવાઝોડુ ઝડપી તથા ભયજનક આવવાની શક્યતાઓ દર્શાવે છે.
10 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 120 - 220 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ સિગ્નલ સૂચવે છે કે વાવાઝોડુ ભયજનક રીતે આવી શકે છે.
11 નંબર નું સિગ્નલ :- આ સિગ્નલ સૂચવે છે કે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કાર્યાલય મા આવેલા તમામ સાધનો અને સંચાર નિષ્ફળ કરી દે છે.
ગુજરાતમાં વાવાઝોડા નાં કારણે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે ?
ટૌકતે વાવાઝોડુ જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે 16 તારીખ થી 20 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરતમાં પાટણ, મહેસાણા, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પાંચ દિવસ દરમિયાન વીજળી પણ થશે અને દરિયા ની સપાટી પર પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે.
આ માહિતી ગુજરાતનાં દરેક લોકો જાણી શકે તે માટે શેર કરો.