khissu

લસણના ભાવમાં જોરદાર તેજી: 344 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં લસણ બજાર ભાવ

લસણની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે અને વર્તમાન સંજોગોમાં લસણની બજારમાં આગામી દિવસોમાં વાવેતરનાં અહેવાલો આવ્યાં બાદ ભાવ સુધરી શકે છે. હાલમાં વાવેતરની કામગિરી ધીમી છે અને વેપારીઓનાં અંદાજ મુજબ વાવેતરમાં ૪૦થી ૫૦ ટકા જેવો કાપ આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.

આ પણ વાંચો: મગફળી અને કપાસની ચિક્કાર આવકો સામે ભાવમાં નરમાઈ, જાણો આજનાં (22/11/2022, મંગળવાર) બજાર ભાવ

રાજકોટમાં લસણની ૧૮૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૯૦થી ૨૮૦નાં હતાં.ગોંડલમાં લસણની ૯૩૦૦ કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૧૧થી ૩૩૧નાં જોવા મળ્યાં હતાં. આગામી દિવસોમાં લસણની બજારમાં સરેરાશ બજારો નીચા રહી શકે છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં ગત સપ્તાહ સુધીમાં ૧૨ હજાર હેકટરમાં વાવેતર થાય છે, જે ગત વર્ષે ૨૩ નવેમ્બરનાં આંકડાઓ મુજબ ૭૭૬૩ હેકટરમા વાવેતર થયા હતા. આમ વાવેતર વધારે બતાવે છે, પંરતુ વાસ્તવિક 
વાવેતર બહુ ઓછા થશે.

લસણ ના બજાર ભાવ (22/11/2022, મંગળવાર)
રાજકોટ: આવક 1800 નીચો ભાવ 90 ઊંચો ભાવ 280
ગોંડલ: આવક 3721 નીચો ભાવ 111 ઊંચો ભાવ 331
જામનગર: આવક 2845 નીચો ભાવ 80 ઊંચો ભાવ 344
જેતપુર: આવક 997 નીચો ભાવ 111 ઊંચો ભાવ 241
વીસાવદર: આવક 643 નીચો ભાવ 85 ઊંચો ભાવ 131
જસદણ: આવક 1 100 નીચો ભાવ ઊંચો ભાવ 101