khissu

ચોમાસાની શરૂઆત પહેલાં જ વાવાઝોડું ? અંબાલાલ પટેલની આગાહી જાણો શું ?

 અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. જ્યારે 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રાજ્યમાં 24 મેથી 6 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત આવશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગે કરેલી છે આગાહી: રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.

આવશે વાવાઝોડું: રાજ્યમાં 24 મેથી 6 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત આવશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂન પહેલા 27 મેના રોજ જ કેરળમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. કેરળમાં ચોમાસા દરમિયાન ઘણીવાર મુશળધાર વરસાદ પડે છે