Top Stories
khissu

ICICI બેંકના ગ્રાહકોને FD પર મળશે વધુ ફાયદો, બેંકે વ્યાજ દરમાં કર્યો 0.25% સુધી વધારો

ICICI બેંકે 61 દિવસથી 90 દિવસની ચોક્કસ મુદત માટે રૂ. 2 કરોડથી રૂ. 5 કરોડની વચ્ચેની બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ અથવા 0.25 ટકાનો વધારો કર્યો છે. આ સિવાય બેંકે FD પરના દર 5 કરોડથી વધારીને 500 કરોડ અને તેથી વધુ કર્યા છે. વ્યાજ દરો જાહેર અને વરિષ્ઠ નાગરિકો બંને માટે સમાન છે અને 4 ઓક્ટોબર 2022 થી અમલમાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં ફરી વરસાદની આગાહી, 8 થી 11 ઓકટોબર સુધીમાં ક્યાં વરસાદ?

ICICI બેન્કે ગયા અઠવાડિયે રૂ. 2 કરોડથી ઓછી થાપણો પર FD દરમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBI દ્વારા રેપો રેટ વધારીને 5.9% કર્યા બાદ FD રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેબસાઈટ પરના નવા અપડેટ અનુસાર, ICICI બેંક 61 દિવસથી 90 દિવસ માટે 2 કરોડથી 5 કરોડ રૂપિયાની FD પર 5.25%ના દરે વ્યાજ ચૂકવશે. અગાઉ અહીં વ્યાજ દર 5 ટકા હતો. તેથી, આ સમયગાળામાં વ્યાજમાં 0.25%નો વધારો થયો છે.

6.25% સુધી ઉપલબ્ધ છે વ્યાજ
હાલમાં ICICI બેંક 7 દિવસથી 29 દિવસની મુદત પર 3.75%ના દરે વ્યાજ આપે છે, જ્યારે આ દર 30 દિવસથી 45 દિવસ માટે 3.9% અને 46 દિવસથી 60 દિવસના સમયગાળા પર 4.25% છે. દરમિયાન, જો કોઈ વ્યક્તિ 91 દિવસથી 184 દિવસની મુદતવાળી બલ્ક એફડી પર 5.5% સુધીનો વ્યાજ દર મેળવી શકે છે, જ્યારે 185 દિવસથી 270 દિવસની મુદત પર વ્યાજ દર 5.75% છે. આ ઉપરાંત, બેંક 271 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની મુદત પર 6%નો દર ઓફર કરે છે. 1 વર્ષથી 10 વર્ષ સુધીની પાકતી FD પર સૌથી વધુ વ્યાજ દર 6.25% છે. ICICI બેંક FD ની અવધિ ઓછામાં ઓછી 7 દિવસથી વધુમાં વધુ 10 વર્ષ સુધીની હોય છે.

આ પણ વાંચો: વર્ષે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 2 લાખનું વીમા કવર, જાણો કેવી રીતે

આ રીતે મળશે નવા વ્યાજ દરોનો લાભ 
આ નવા ફિક્સ્ડ ડિપોઝિટ દરો નવી ICICI બેંક FD અને હાલની FD ના નવીકરણ પર લાગુ થશે. આ સાથે જ બેંકે FD પર વ્યાજ દર 5 કરોડ રૂપિયાથી વધારીને 500 કરોડ રૂપિયા અને તેનાથી વધુ કરી દીધા છે. બેંક રૂ. 5 કરોડથી રૂ. 5.10 કરોડથી ઓછી અને રૂ. 24.90 કરોડથી રૂ. 25 કરોડથી ઓછીની FD પર 3.75% થી 4.35% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. બાકીની બલ્ક એફડી પરના દરો 3.75% થી 6.25% સુધીના છે.