Top Stories
khissu

જો તમારે 45 વર્ષની ઉંમરે કરોડપતિ બનીને નિવૃત થવું હોય તો કરો આ યોજનામાં રોકાણ

આ મોંઘવારીના પૈસાની બચત કરવી સહેલી નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે કઈંક એવું આયોજન કરવામાં આવે જેથી નિવૃત્તિના સમયે જીવન પસાર કરવામાં તકલીફ ન પડે. તો બીજી તરફ આ સમયમાં કરોડપતિ બનવા માટે નિવૃત્તિ સુધી કેમ રાહ જોવી, આજકાલ અર્લી રિટાયરમેન્ટનો ટ્રેન્ડ છે. આજકાલની યુવા પેઢી બચત અને નિવૃત્તિના આયોજન અંગે ખૂબ જ સભાન છે, તેઓ 60 વર્ષની ઉંમર સુધી કામ કરવા માંગતા નથી, પરંતુ 45 કે 50 વર્ષ સુધીમાં તેઓ નોકરી છોડીને બાકીના જીવનનો આનંદ માણી શકે તેટલા પૈસા એકઠા કરવા માગે છે.

45 વર્ષની ઉંમરે કરોડપતિ કેવી રીતે બનવું
જો તમે પણ આવં જ વિચાર છો, તો તમારે આજથી અને હવેથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે તમે પરંપરાગત નાની બચત યોજનાઓથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો નહીં, આ માટે તમારે થોડું જોખમ લેવું પડશે. જો તમે 60 ને બદલે 45 વર્ષની વયે નિવૃત્ત થવા માંગતા હો, તો તમારે રોકાણ પર વધુ વળતરની પણ જરૂર છે, આ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ વધુ સારો વિકલ્પ બની શકે છે. કારણ કે જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમે વધુ જોખમ લઈ શકો છો. જો તમારે 45 કે 50 વર્ષની ઉંમરે 1 કરોડ કે 2 કરોડનું ભંડોળ એકત્રિત કરવું હોય તો તમારે બે કામ કરવા પડશે.

1. તમારે 20-30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું પડશે
2. આવક વધારવાની સાથે રોકાણ પણ વધારવું પડશે

જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમારી પાસે જોખમ લેવાની ક્ષમતા વધુ હોય છે. આપણામાંના મોટા ભાગના લોકો 20 વર્ષની ઉંમરે કામ કરવાનું કે પૈસા કમાવાનું શરૂ કરી દે છે. તેથી જો તમે રૂ.500 જેટલી જ રકમથી મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરી શકો છો. તેને ધીમે ધીમે વધારતા રહો. આ લાંબા ગાળાનું રોકાણ હોવાથી તમને શેરબજારમાં અસ્થિરતાની અસર થશે નહીં. સામાન્ય રીતે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા સમય સુધી 12-15 ટકા વળતર આપે છે.

ઉદાહરણ નંબર 1
હવે ધારો કે તમે 20 વર્ષની ઉંમરે જ રોકાણ કરવાનું શરૂ કરો તો શું થશે? આવી સ્થિતિમાં, તમારી પાસે રોકાણ કરવા માટે 25 વર્ષનો લાંબો સમય હશે, તમે ચક્રવૃદ્ધિનો લાભ સારી રીતે લઈ શકશો. 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા મેળવવા માટે તમારે 5300 રૂપિયાની માસિક SIP કરવી પડશે એટલે કે દરરોજ 177 રૂપિયાની બચત કરવી પડશે. તેથી એ સ્પષ્ટ છે કે, તમે જેટલું વધુ મોડું કરશો, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે.

ઉંમર= 20 વર્ષ
નિવૃત્તિ= 45 વર્ષ
રોકાણનો સમયગાળો= 25 વર્ષ
માસિક રોકાણ= રૂ. 5300
અંદાજિત વળતર= 12 ટકા
રોકાણની રકમ= રૂ. 15.90 લાખ
કુલ વળતર= રૂ. 84.67 લાખ
કુલ રકમ= રૂ. 1 કરોડ

ઉદાહરણ નંબર 2
ધારો કે તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગો છો, તો તમારે SIPમાં દરરોજ 663 રૂપિયા એટલે કે દર મહિને 19900 રૂપિયા જમા કરાવવા પડશે. તેથી જ્યારે તમે 45 વર્ષના થશો ત્યારે તમારા હાથમાં 1 કરોડ રૂપિયાની રકમ આવી દશે. હવે તમે 25 વર્ષની જગ્યાએ 30 વર્ષમાં રોકાણ શરૂ કરી રહ્યા છો, તેથી તમારી રોકાણની રકમ પણ લગભગ બમણી થઈ ગઈ છે પરંતુ અંતિમ રકમ માત્ર 1 કરોડ રૂપિયા છે. તમે જેટલું મોડું શરૂ કરશો, તેટલો કમ્પાઉન્ડિંગનો લાભ તમને ઓછો મળશે.

ઉંમર= 30 વર્ષ
નિવૃત્તિ= 45 વર્ષ
રોકાણનો સમયગાળો= 15 વર્ષ
માસિક રોકાણ= રૂ. 19,900
અંદાજિત વળતર= 12 ટકા
રોકાણની રકમ= રૂ. 35.82 લાખ
કુલ વળતર= રૂ. 64.59 લાખ
કુલ રકમ= રૂ. 1 કરોડ

ઉદાહરણ નંબર 3
તમને જણાવીએ કે જો તમે 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરી હોય અને 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું હોય, તો તમારે SIPમાં દર મહિને 11,000 રૂપિયા એટલે કે 367 રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરવું પડશે. ધારો કે તમને 20 વર્ષના સમયગાળામાં સરેરાશ 12 ટકા વળતર મળે છે.

ઉંમર- 25 વર્ષ
નિવૃત્તિ- 45 વર્ષ
રોકાણનો સમયગાળો- 20 વર્ષ
માસિક રોકાણ- રૂ. 11,000
અંદાજિત વળતર- 12 ટકા
રોકાણની રકમ- રૂ. 26.4 લાખ
કુલ વળતર- રૂ. 83.50 લાખ
કુલ રકમ- રૂ. 1.09 કરોડ