Top Stories
khissu

ભાદરવામાં મહિનામાં હવામાન અને અંબાલાલ પટેલની આગાહી...

આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમેધીમે ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી હળવા-સામાન્ય વરસાદની શક્યતાઓ છે. હાલમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ચાલે છે. આ નક્ષત્રમાં પડતું વરસાદનું પાણી ખેતીના પાકોને લાયક ગણવામાં આવતું નથી. પાકતા પાકને નુકસાન પહોંચાડી શકે છે. ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી છે.

1) અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈને આગાહી કરી છે. 

2) ગુજરાત રાજ્યમાં ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે.

3) ગુજરાતનાં કેટલાક ભાગોમા 11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે.

4) ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

5) દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. મધ્યપ્રદેશમાં પણ ૫ અને ૬ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

6) ૧૬ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડશે.

7) રાજ્યમાં વરસાદ પડતા નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. 

હવામાન વિભાગ દ્વારા આગાહી? 
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હળવા-સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. જોકે, સાત તારીખ આજુબાજુ ફરીથી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જેમને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. 

બંગાળની ખાડીમાં બનશે લો-પ્રેશર?
રાજ્યમાં હજી વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થયો ત્યાં ફરીથી 7 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. કેમકે 5 સપ્ટેમ્બર આજુબાજુ બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જે લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં સાત, આઠ અને નવ તારીખ સુધી જોવા મળશે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ હશે કે જેમાં ૧૦ ઇંચથી વધારે વરસાદ પણ પડી શકે છે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા બાદ આંધ્રપ્રદેશ, તેલંગાણા થઈને મહારાષ્ટ્ર-ગુજરાત સુધી આવશે. જ્યારે લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે પણ મજબૂત અવસ્થામાં હશે તેવું હાલ વેધર ચાર્ટો જણાવી રહ્યા છે. જેમને કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે.