khissu

મેઘમહેર: 3 કલાકમાં અહીં પડી શકે છે ભારે વરસાદ, ઓગસ્ટમાં મેઘો મહેરબાન

ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યુ છે, વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે, હવે ચોથા રાઉન્ડમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં 25થી 30 જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વરાછા, પુણા, અઠવા ગેટ, મજુરા, રાંદેર, અડાજણ, પીપલોજ, રિંગરોડ, ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વરસાદ છે.

આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતાને પગલે દરિયો તોફાની રહેતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી 
ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન પણ ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડશે. સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે.

27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 30 અને 31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. અત્યારથી 8 ઓગષ્ટ સુધીમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવે 8 ઓગષ્ટ સુધી ધીમે ધીમે વરસાદનુ જોર

નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે