Top Stories
khissu

એલર્ટ: ગુલાબ વાવાઝોડાની સ્પીડ, વરસાદ, ગુજરાતમાં અસર? ક્યારે?

અંબાલાલ પટેલ આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ગુજરાતના ઉત્તર-પુર્વીય ભાગોમાં ગાજ વીજ સાથે વરસાદની શક્યાતાઓ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની સાથોસાથ વાવાઝોડાંની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 2005 પછી પ્રથમ વખત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી આગાહી કરી છે, તેમના અનુમાન મુજબ આ વાવાઝોડું આંધ્ર અને ઓડિશા તટ પર ટકરાઈ શકે છે.

ગુલાબ વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર
ભારતનાં પૂર્વ વિસ્તારમાં ગુલાબ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે ગુલાબ વાવાઝોડાની અસર હવે ગુજરાત પર પણ વર્તાશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનાં કારણે ગુલાબ નામનું વાવાઝોડું આવી રહ્યું છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદને લઈને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે તેની સાથોસાથ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 

ગુલાબ વાવાઝોડું ગુજરાત પર કરશે અસર
આખા ગુજરાતમાં આવતી કાલે 27 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેમા આવતી કાલથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં આવતીકાલથી જ ભારે વરસાદ શરૂ થવાની સંભાવના છે જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વાવાઝોડામાં 95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન 
IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, હાલ આ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. IMDએ જણાવ્યું છે કે 26 સપ્ટેમ્બર એટલે કે આજ સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે. 

ગુલાબ વાવાઝોડાને લઇને ઓડિશા અને આંધ્ર પ્રદેશ સરકાર હાઇ અલર્ટ પર 
ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમની વચ્ચેથી રવિવારે ગુલાબ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા છે. ગુલાબ વાવાઝોડાને લઇને આંધ્ર પ્રદેશનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં SDRF અને NDRFને તૈનાત કરી દેવામાં આવી છે અને ઓડિશામાં પણ મોટી સંખ્યામાં ફોર્સ મોકલવામાં આવી રહી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવ્યું છે કે વિશાખાપટ્ટનમ સહિતનાં જિલ્લાઓમાં માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં પણ વાવાઝોડાનાં કારણે ભારે તબાહીની શક્યતાઓ છે તેથી ત્યાં પણ તંત્ર દોડતું થયું છે.