khissu

સુરત: GSTમાં ઓફિસમાં દેખાવડા કર્મચારીને જોઈ મહિલાને ઉભરો આવ્યો, બધા અધિકારીઓની સામે કરી લીધું તસતસતુ ચુંબન

ઓફિસમાં રેપના કિસ્સા અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. પરંતુ હાલમાં એક નવો જ કિસ્સો ચર્ચામાં આવ્યો છે અને જેના કારણે તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. કારણ કે ઘટના કંઈક એવી બની છે કે સુરતમાં જીએસટી ઓફિસમાં એક અધિકારી પર ઓચિંતો મહિલા સહકર્મચારીને પ્રેમનો ઉભરો આવતા ઓફિસમાં જ તસતસતું ચુંબન આપી દીધું હતું અને એ પણ બધાની સામે.

જ્યારે આ ઘટના બની ત્યારે કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા. અચાનક મહિલા સહકર્મચારીના આવા વર્તનથી ગભરાયેલા અધિકારીએ મહિલા કર્મચારીને પોતાની ઓફિસમાં આવવા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. સામાન્ય રીતે લોકો અવાર નવાર  જીએસટીના અધિકારી ઓફિસના કામ માટે આવતા રહેતા હોય છે. આ મહિલા કર્મચારીને જરૂરી સૂચના આપવા કે મિટિંગ માટે અન્ય કર્મચારીને મળતા હોય તે જ પ્રમાણે મળવાનું થતું હોય છે, પરંતુ મહિલા સહકર્મચારીને આ દેખાવડા અધિકારી પર પ્રેમ ઉભરાઇ આવ્યો હતો અને કિસ કરી લીધી હતી.

જ્યારે આ રીતે મહિલાએ અચાનક જ ચૂંબન કર્યું ત્યારે ડઘાઇ ગયેલા અધિકારી તાબડતોબ ઓફિસની બહાર નીકળી ગયા હતા. તે દિવસથી આજ દિવસ સુધી મહિલા સહ કર્મચારીને પોતાની ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દેવામાં આવી હોવાની પણ વાતો કરવામાં આવી રહી છે. તેમ છતાં કામ માટે આવે તો તેમની સાથે અન્ય મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીને સાથે રાખીને જ પ્રવેશ આપવાની સૂચના હાલ માટે આપી દેવામાં આવી છે. પ્રેમમાં પાગલ થયેલી મહિલા સહકર્મચારીએ પોતાના કોમ્પ્યુટરનો પાસવર્ડ પણ જેના પ્રેમમાં ભાન ભૂલી છે તેવા અધિકારીના નામે રાખ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

એનાથી પણ વિશેષ વાત કરવામાં આવે તો અધિકારીના ઘરે રાખવામાં આવેલા એક પ્રસંગમાં મહિલા કર્મચારી અચાનક પહોંચી ગઇ હતી. આ જોઈ અધિકારીની આંખ પહોળી થઇ ગઇ હતી. તેમજ ઓફિસમાં કરેલી કરતૂત અચાનક યાદ આવી ગયા બાદ પોતાના ઘરે પણ આવી જ કોઇ કરતૂત કરે તે પહેલાં અધિકારી ભાગતા થઇ ગયા હતા.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.