khissu

અહીં માત્ર 474 રૂપિયામાં જ મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, તમારું શું કહેવું ગુજરાતમાં પણ મળવો જોઈએ કે નહીં?

Gas Cylinder: ચૂંટણીના માહોલ વચ્ચે એલપીજી સિલિન્ડરની કિંમતો મહિલા મતદારોને રીઝવવાનું હથિયાર બની રહી છે. વધતી જતી મોંઘવારી વચ્ચે એલપીજીના ભાવ સામાન્ય માણસ માટે મોટો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. ગયા મહિને કેન્દ્ર સરકારે એલપીજી પર સબસિડી આપવાની પણ જાહેરાત કરી હતી, જેના કારણે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે, પરંતુ એક રાજ્ય એવું છે જ્યાં લોકોને 500 રૂપિયાથી ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળશે.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

છત્તીસગઢની કોંગ્રેસ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યની ભૂપેશ બઘેલ સરકાર સામાન્ય લોકોને ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપશે. કોંગ્રેસ સરકારે લોકોને દરેક સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ પછી રાજ્યમાં એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 474 રૂપિયા થઈ ગઈ છે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

ભૂપેશ બઘેલ એ પોસ્ટ શેર કરી

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઈન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે રાજ્યમાં એલપીજી સિલિન્ડરની કિંમત 974 રૂપિયા છે. કોંગ્રેસ સરકાર આના પર 500 રૂપિયાની સબસિડી આપશે. આ સાથે રાજ્યમાં ગેસ સિલિન્ડર માત્ર 474 રૂપિયામાં મળશે. તેમણે દાવો કર્યો છે કે દેશનો સૌથી સસ્તો સિલિન્ડર છત્તીસગઢમાં મળશે.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

તેમની આ પોસ્ટ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ પહેલા કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં પણ રાજ્ય સરકાર એલપીજી સિલિન્ડર પર સબસિડી આપી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે ગયા મહિને જ LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા થયા

1 નવેમ્બરના રોજ દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. તેની કિંમત વધીને 103.50 રૂપિયા થઈ ગઈ છે, ત્યારબાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયા પર પહોંચી ગઈ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1833 રૂપિયા, મુંબઈમાં 1785.50 રૂપિયા, કોલકાતામાં 1943 રૂપિયા અને ચેન્નાઈમાં 1999.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા સિવાય અન્ય મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. 101.50 મોંઘો થયો છે.