khissu

અંબાલાલ પટેલની એક જિલ્લા માટે તો હવામાન વિભાગની 4'દી અતિભારે વરસાદ આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખના રોજ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન આગાહી (Havaman Vibhag 2024) : આજે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

Ambalal Patel (અંબાલાલ પટેલની આગાહી) : આજથી જામનગર આજુબાજુના વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટાં પડશે.

જ્યારે નવી આગાહી પ્રમાણે 28 જૂન આસપાસ જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ નું કહેવું છે કે આવનાર પાંચ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીનું અને અરબી સમુદ્રનું વહન ગુજરાતને વરસાદથી તરબોળ કરશે.

ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગોમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે આવનાર બે થી ત્રણ દિવસમાં વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 26 અને 27 તારીખે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ 28 જૂનથી ફરી વરસાદ વધશે.

જો કે 26થી 27 તારીખ સુધી વરસારનું જોર ઘટ્યાં બાદ ફરી 29 અને 30 જૂનથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે.

30 જૂન બાદ સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

2 જુલાઇ સુધીમાં ચોમાસુ આખા રાજ્યને આવરી લેશે, જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારમાં સારો વરસાદ વરસે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો