નેઋત્યનું ચોમાસુ અને વાવણીના ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી...

બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ વાવાઝોડાની અસર થતાં ચોમાસું આગળ વધતું અટક્યું હતું. પરંતુ હવે સિસ્ટમ વિખેરાઈ જતાં ચોમાસું આગળ વધશે. 

વેધર મોડલ મુજબ ચોમાસાની ગાડી બે દિવસમાં મુંબઈ અને ત્રણ-ચાર દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (વલસાડ, નવસારી સુરત લાગુ વિસ્તારમાં) પહોંચી જશે. જુન મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે તેવી પ્રારંભિક પ્રબળ શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા આવેલ આજે નવી આગાહી શું છે?
24મી જૂને ગીર-સોમનાથ અને નવસારીમાં પણ ઝાપટા વરસી શકે છે. જ્યારે 25મી જૂને આણંદ, પંચમહાલ, દાહોદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જેમ-જેમ ચોમાસું નજીક આવશે તેમ-તેમ દક્ષિણ ગુજરાતનું હવામાન બદલાશે તેવી હવામાન વિભાગે આજે આગાહી કરી છે.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી શું છે?
1) હવામાન નિષ્ણાત અંબાલાલના મત મુજબ રાજ્યમાં 25થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

2) વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આઠ ઈંચ, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ઈંચ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે.

3) આગામી સપ્તાહથી અમદાવાદમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.

4) ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28, 29 અને 30 જૂનના રોજ પડશે અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરી છે. 

5) મહેસાણા, વડોદરા, અમદાવાદ અને ગોધરા સાથે ભાવનગરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. 

6) આગાહીમાં આગળ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 
7) 28, 29 અને 30 જૂન દરમિયાન 10 ઇંચથી વધુ વરસાદ પડશે. વલસાડ અને આસપાસમાં અતિભારે વરસાદ થશે.