Top Stories
khissu

પોસ્ટ ખાતાધારકોને મોટો ઝટકો: આવતી કાલથી નવા નિયમો લાગુ, જાણી લો નવા નિયમો નહીંતર થશે નુકસાન

વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. થોડા દિવસો પછી નવું વર્ષ 2022 શરૂ થશે. આ સાથે મોટા નિયમો પણ બદલાશે. આ ક્રમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકોને પણ આંચકો લાગશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતાધારકોએ એક મર્યાદાથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે આ નિયમ 1 જાન્યુઆરીથી લાગૂ થશે.

બેંકે માહિતી આપી હતી
નોંધનીય છે કે IPPBમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલવામાં આવે છે. આ બેંકમાં અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત રોકડ ઉપાડવાનું મફત છે. પરંતુ આ પછી ગ્રાહકોએ દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે, બેઝિંગ સેવિંગ્સ એકાઉન્ટ પર પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.

કેટલો ચાર્જ લાગશે?
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)માં બચત અને ચાલુ ખાતામાં મહિનામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. બેંકે કહ્યું કે આ મર્યાદાથી વધુ જમા કરાવવા પર ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે. મૂળભૂત બચત ખાતા સિવાયના અન્ય બચત ખાતા અને ચાલુ ખાતામાંથી દર મહિને 25,000 રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. તેમજ, જ્યારે પણ તમે ફ્રી લિમિટ પછી પૈસા ઉપાડો છો, તો તમારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ કરવા પડશે.

IPPBની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ નિયમો 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. એટલે કે 1 જાન્યુઆરીથી ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે. GST/CESS અલગથી વસૂલવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે અગાઉ 1 ઓગસ્ટ, 2021ના રોજ ડોરસ્ટેપ બેંકિંગ ચાર્જીસના નવા દરો લાગુ કર્યા હતા.