khissu

ભારતનો સૌથી મોટો પડકાર: ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર મુક્ત ભારત ની વાતો થઇ રહી હોય સ્વતંત્ર દેશનો આઝાદ નાગરિક ચુપ બેસેએ કેમ ચાલે? તમે આ બધી વાત જાણો જ છો છતા મારે થોડો પ્રકાશ પાડવો છે.

ભ્રષ્ટાચારે માનવ ઉત્પત્તીથી લઇ આજ ના આધુનીક યુગ તરીકે ગણાતા સમય સુધી દરેક મનુષ્ય ને પજવ્યા છે અને આવનારા હજારો વર્ષો, હુ તો કહુ છુ માનવીના અંત સુધી પજવશે,પરંતુ આ નકારાત્મક વિચારને દુર કરવો જોઇએ.આજની પરિસ્થિતીમા ભ્રષ્ટાચાર નો વ્યાપ એટલો વધ્યો કે એના વગર એક પણ દિવસ કાઢવો મુશ્કેલ છે પણ એટલો બધો નહીકે એના વગર જીવન ના જીવી શકાય.એનો ઉપાય છે સાદુ જીવન,સાદુ જીવન  ભ્રષ્ટાચાર મુક્ત ભારત તરફ લઇ જશે.ભ્રષ્ટાચાર દુર કરવો હોય તો "સાદુજીવન ઉચ્ચવિચાર" નો સિધાંત દરેકે અપનાવવો પડશે.સ્વાર્થવૃતી એ ભ્રષ્ટાચારનુ મુળ છે, વધુ મેળવવાની લાલચે સૌને આ તરફ વાળ્યા છે આ બધુ દુર કરવા જીવનમા એક "સંતોષ" નામનુ તત્વ ઉમેરવુ રહ્યુ.ભ્રષ્ટાચારના મુળ ઉખેડવા આજના સમયમા મુશ્કેલ છે અશક્ય નથી, પરંતુ જો દરેક વ્યક્તિ  નિર્ણય લે કે ભ્રષ્ટાચારને રોકવા  મારાથી બનતો પ્રયત્ન કરીશ તો લાંબાગાળે પણ એ થંભી જશે.અને જો ભ્રષ્ટાચાર જ નહી કરુ એમ વિચારે અને અનુસરે તો નજીકના ભવિષ્યમા જ એ દુર થઇ જશે.જો આવુ બનેતો આવનારી પેઢી ભ્રષ્ટાચાર શબ્દથી જ 'મુક્ત' થઇ જશે. મને કૃષ્ણ દવે ની એક કવિતા યાદ આવે છે.

વાઈઝ લાઇન:

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !
દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !