Top Stories
khissu

નવી યોજના મુજબ BOBમાં ૧૪ મહીના અને ૧૮ મહિના પૈસા રોકીને મેળવો તગડું વ્યાજ: બરોડા ખાતા ધારકો ખાસ જાણે માહિતી

નમસ્કાર ગુજરાત, બેંક ઓફ બરોડાની ત્રિરંગા ડિપોઝીટ સ્કીમમાં રોકાણ કરીને તમે વ્યાજનો સારો દર મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવા માટે બે વિકલ્પો છે. આ સિવાય બેંક અન્ય ફિક્સ ડિપોઝિટ સ્કીમ ઉપર પણ વ્યાજ દર ઓફર કરે છે. અહિયાં જાણીશું સંપૂર્ણ માહિતી.

જો તમે આજકાલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો બેંક ઑફ બરોડા (BOB)ની સ્કીમ 'બરોડા તિરંગા યોજના bank of Baroda Tiranga Deposit Scheme બેસ્ટ છે. આ યોજના બેંક દ્વારા 15 ઓગસ્ટ 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમમાં રોકાણ પર તમને સાત ટકાથી વધુ વ્યાજ દર મળી શકે છે. બેંક અનુસાર, આ સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલા પૈસા પર 7.50 ટકા સુધીનું વ્યાજ મળશે.

પૈસા રોકાણ કરવાનો કાર્યકાળ અને વિકલ્પો: 'બરોડા ત્રિરંગા ડિપોઝિટ' યોજનામાં બે સમયગાળા માટે રોકાણનો વિકલ્પ છે. પ્રથમ તમે 444 દિવસ માટે રોકાણ કરી શકો છો અને બીજું તમે 555 દિવસ માટે પણ રોકાણ કરી શકો છો. બંને શરતોના રોકાણ પર વ્યાજનો દર સમાન છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકો મોબાઈલ દ્વારા bob વર્લ્ડનો ઉપયોગ કરીને પણ ઓનલાઈન ફિક્સ્ડ ડિપોઝીટ શરૂ કરી શકે છે. આ વ્યાજ દર રૂ.2 કરોડથી ઓછી છૂટક રકમ માટે લાગુ પડે છે. બરોડા ત્રિરંગા યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે નજીકની બેંક ઓફ બરોડા શાખાની મુલાકાત લઈને વધુ વિગતો મેળવી શકો છો.

તિરંગા યોજનામાં વ્યાજ દર:- 'બરોડા તિરંગા યોજના' થાપણદારોને 7.50 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે 0.50 ટકા અને નોન-કોલેબલ થાપણો માટે 0.25 ટકાનો સમાવેશ થાય છે. બેંક 'બરોડા તિરંગા યોજના'ના બંને સમયગાળા માટે 444 દિવસ અને 555 દિવસની થાપણો પર આ વ્યાજ ઓફર કરી રહી છે.

ડિસેમ્બર મહિનામાં બેન્ક ઓફ બરોડાએ NRO અને NRE ટર્મ ડિપોઝિટ સહિત સ્થાનિક રિટેલ ટર્મ ડિપોઝિટ પર વિવિધ મુદતની રકમ પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો. વર્તમાન દરો 26 ડિસેમ્બર, 2022 થી રૂ.2 કરોડથી ઓછી રકમો માટે લાગુ છે. બેંકના જણાવ્યા અનુસાર, 'બરોડા ત્રિરંગા ડિપોઝિટ' યોજના હેઠળ જમા કરવામાં આવેલા નાણાં પર લઘુત્તમ 6.75 ટકા વ્યાજ આપવામાં આવશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકાવધારાનું વ્યાજ મળશે. 

અન્ય કાર્યકાળની FD પર વ્યાજ દર:- આ સિવાય, બેંક 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 3%ના દરે વ્યાજ આપી રહી છે. જયારે 46 દિવસથી 180 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર, બેંકને 7 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 3%ના દરે વ્યાજ મળશે. એક વર્ષથી ત્રણ વર્ષમાં પાકતી થાપણો પર હવે 6.75 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે બે વર્ષ કે તેથી વધુ સમયગાળામાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.45 ટકા વ્યાજ મળતું રહેશે.