Top Stories
khissu

માત્ર 5 હજારનું રોકાણ અને 20 વર્ષ બાદ 35 હજારનું પેન્શન

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એવામાં જ્યાં સુધી આવક ચાલુ રહે છે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે નોકરી જતી રહે અથવા તમે નિવૃત થાવ પછી શું? કારણ કે એક દિવસ તમે નિવૃત્ત થશો જ. આ મોંઘવારીના સમયાં જો નિવૃત્તિ પછી તમારા ખર્ચાઓ મેનેજ કરવા હોય તો અત્યારથી જ બચત કરવી પડે, કારણ કે પગાર બંધ થઈ ગયા પછી જે બચત કરી હશે તે જ કામમાં આવશે.

SWP તરફથી પેન્શનની વ્યવસ્થા
તેથી આજે તમને એવી યોજના વિશે જણાવીશું જેમા તમે રોકાણ કરીને તમારી નિવૃતિને સિક્યોર કરી શકો છો. તમારે એવુ રોકાણ પસંદ કરવુ પડે જેમાં વળતર પણ સારું હોય અને જોખમ પણ ઓછું હોય. તેના માટે વર્તમાન સમયમાં SIP બેસ્ટ છે. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જેમાં તમે દર મહિને અમુક રકમનું રોકાણ કરી શકો છો, પરંતુ આજે અમે તમને SWP એટલે કે સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમને દર મહિને એક નિશ્ચિત રકમ મળશે.

આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે કેવી રીતે 20 વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયાની SIP કરીને તમે આગામી 20 વર્ષ સુધી દર મહિને 35,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

શું છે SWP
સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન (SWP) દ્વારા, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી નિશ્ચિત રકમ પાછી મળે છે. હવે કેટલા સમયમાં કેટલા પૈસા ઉપાડવા તે રોકાણકાર પોતે નક્કી કરે છે. SWP હેઠળ, આ નાણાં દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, 6 મહિના અથવા વાર્ષિક ધોરણે ઉપાડી શકાય છે. જો રોકાણકાર માત્ર ચોક્કસ રકમ ઉપાડવા માંગે છે અથવા જો તે ઇચ્છે તો તે રોકાણ પરનો મૂડી લાભ પાછો ખેંચી શકે છે.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)
તો બીજી તરફ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળ, તમને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં એકસાથે રકમનું રોકાણ કરવાને બદલે માસિક ધોરણે રોકાણ કરવાની સુવિધા મળે છે. દર મહિને યોજનામાં કેટલું રોકાણ કરવું તે તમે જાતે જ નક્કી કરી શકો છો. આનો ફાયદો એ છે કે અહીં તમારા આખા પૈસા એક જ વારમાં બ્લોક થતા નથી. તેના બદલે, તમે તમારી સુવિધા અનુસાર તેમાં માસિક રોકાણ કરી શકો છો. આ સાથે, સમયાંતરે વળતરનું મૂલ્યાંકન કરીને એસઆઈપીમાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે.

20 વર્ષ સુધી SIP
માસિક SIP-  રૂ 5000
સમયગાળો-  20 વર્ષ
અંદાજિત વળતર- 12 ટકા
કુલ કિંમત- રૂ. 50 લાખ

હવે આ 50 લાખ રૂપિયા SWP માટે અલગ-અલગ સ્કીમમાં મૂકો. જો અંદાજિત વળતર 8.5% છે, તો તમને માસિક પેન્શન તરીકે 35 હજાર રૂપિયા મળશે.