Top Stories
khissu

આ બેંકે ઘટાડ્યો બચત ખાતાનો વ્યાજ દર, શું તમારૂ પણ ખાતું છે તેમા

નવા વર્ષમાં બેંકિંગક્ષેત્રે ઘણા ફેરફારો થયા છે. અમુક બેંકોએ સ્કીમ લોન્ચ કરી તો અમુક બેંકોએ પાછી પણ ખેંચી. હાલમાં જ એક એવા સુત્રો મળ્યા છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે તેના બચત ખાતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. શું તમે આ બેંકના ખાતાધારક છો? તો જાણી લો આ મહત્વના સમાચાર.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ પાંચ કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરી લીધો છે. આ બેંકમાં બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, આ ઘટાડો 0.25 ટકા છે અને 1 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવ્યો છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 1 ફેબ્રુઆરી, 2022થી બેંક 1 લાખ રૂપિયા સુધીના બચત ખાતાના બેલેન્સ પર વાર્ષિક 2.25 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. અગાઉ આ દર વાર્ષિક 2.50 ટકા હતો. 1 લાખથી વધુ અને 2 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વ્યાજ દર ઘટાડીને 2.50 ટકા પ્રતિ વર્ષ કરવામાં આવ્યો છે. અગાઉ આ દર વાર્ષિક 2.75 ટકા હતો.

IPPB ત્રીજી સૌથી મોટી પેમેન્ટ બેંક છે
Paytm પેમેન્ટ્સ બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંક પછી IPPB ત્રીજા નંબરની સૌથી મોટી પેમેન્ટ બેંક બની છે. IPPBએ તાજેતરમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે દેશમાં 1.36 લાખ પોસ્ટ ઓફિસના નેટવર્કની મદદથી 50 મિલિયન ખાતા ખોલવામાં આવ્યા છે. આમાંથી, લગભગ 1.2 લાખ પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારોમાં હાજર છે, જે તેમના 1.47 લાખ બેંકિંગ સેવા પ્રદાતાઓની મદદથી ગ્રાહકોને ઘરે બેઠા બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે.