khissu

ગજબ છે - પાણીથી નહીં ઓઈલથી ન્હાય છે લોકો, વધુ સમય નહાવાથી થશે મોત !!

રોજિંદા જીવનમાં આપણે સવારે ઉઠીને ન્હાવાનું પસંદ કરીએ છીએ જેમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ પણ કેવું ગજબ લાગે જ્યારે લોકો પાણીના બદલે ઓઈલથી ન્હાવાનું પસંદ કરે.


અજરબેજાનના ફરતેલા નામના શહેરમાં એક હેલ્થ સેન્ટર આવેલું છે જ્યાં ક્રૂડ ઓઇલ થી લોકોનો ઇલાજ કરે છે. ચામડીથી થતી બીમારીઓ અને નસોના રોગોનો ઈલાજ કરાવા લોકો અહીં આવે છે.


130 લીટર ક્રૂડ ઓઇલ થી બાથટબ ને ભરવામાં આવે છે અને તેમાં દર્દીઓને નવડાવવામાં આવે છે. આ ક્રૂડ ઓઇલ ૪૦° તાપમાને ગરમ કરીને ભરવામાં આવે છે. આ તરીકાથી ૭૦થી વધુ બીમારીઓનો ઈલાજ કરવામાં આવે છે છે. અહીં દુનિયાભરના લોકો ઇલાજ કરાવી ચુક્યા કરાવી ચુક્યા કરાવી ચુક્યા છે અને લોકોનું કહેવું છે કે તેને આ તરીકાથી ઘણો બધો ફાયદો થયો છે.


આ રીત લોકો માટે જેટલી ફાયદાકારક છે સામે એટલી જ ખતરાજનક પણ છે. હેલ્થ સેન્ટરના વિશેષજ્ઞોનું કહેવું છે કે ૧૦ મિનીટ કરતા વધુ જો ક્રૂડ ઓઈલથી ન્હાવવામાં આવે તો તેનાથી શરીર પર ખરાબ અસર થાય છે. એટલું જ નહીં જો વધારે સમય ન્હાવવામાં આવે તો મોત પણ થઈ શકે છે. ત્યાંના વિશેષજ્ઞો લોકોના કહેવા છતાં ૧૦ મિનિટ કરતાં વધું ન્હાવવાની મનાઈ કરે છે અને એ માટે વિશેષજ્ઞો પૂરી રીતે સાવધાની રાખે છે. હેલ્થ સેન્ટરના ડોક્ટરના કહેવા મુજબ આ તરીકાથી ઇલાજ કરવાથી હજુ સુધી કોઇને નુકસાન થયાની એક પણ ખબર આવી નથી.