khissu

કરોડોની મિલકત, શાહી પદવી, રાજકુમારીનો તાજ.... બધાને પાટું મારીને સામાન્ય BF સાથે કર્યા લગ્ન, હવે 1 BHKમાં રહેશે

બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે શાહી પદવીને ઠોકર મારનારી જાપાનની રાજકુમારી અને તેના પતિ કેઇ કોમ્યુરો અમેરિકામાં રહેશે. જાપાની મીડિયા NHK ના અહેવાલ મુજબ પ્રિન્સેસ માકો તેના પતિ સાથે ન્યૂયોર્ક સિટીમાં એક બેડરૂમ એટલે કે 1 BHK ફ્લેટમાં રહેશે. પ્રિન્સેસ માકો ટોક્યોમાં પોતાનો શાહી બંગલો છોડી ચૂકી છે. આ કપલ હાલમાં ટોક્યોમાં એક એપાર્ટમેન્ટમાં રહેવા અને પછી અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યું છે. માકોનો પતિ વકીલ છે અને અમેરિકામાં એક ફર્મમાં કામ કરે છે. ત્યારે આજની છોકરી જ્યાં રિચાર્જ માટે પણ પૈસા માગતી હોય અને આવા કિસ્સા સામે આવતા વધારે ચર્ચામાં આવે છે.

ન્યુયોર્ક સિટીના અમુક વિસ્તારોમાં એક બેડરૂમના ફ્લેટનું ભાડું (જેમ કે મેનહટનનું વેસ્ટ મિલેજ) દર મહિને રૂ. 2.2 લાખથી રૂ. 8.2 લાખ સુધીની છે. 30 વર્ષીય માકો જાપાનના ક્રાઉન પ્રિન્સ ફુમિહિતોની સૌથી મોટી પુત્રી છે. 8 વર્ષના સંબંધો બાદ માકોએ 26 ઓક્ટોબરે બોયફ્રેન્ડ કેઈ કોમ્યુરો સાથે લગ્ન કર્યા. જાપાનમાં એવા નિયમો છે કે જો કોઈ મહિલા શાહી પરિવારની બહાર કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે છે, તો તેણે શાહી પદવી છોડી દેવી પડે.

જાપાનના શાહી પરિવાર સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજકુમારી માકોને શાહી પરિવાર છોડવા પર લગભગ 9 કરોડ રૂપિયા મળવાની હકદાર હતી, પરંતુ રાજકુમારીએ આ પૈસા લેવાની પણ ના પાડી દીધી હતી. હવે એવું માનવામાં આવે છે કે રાજકુમારી અમેરિકામાં કામ કરી શકે છે. જાપાનમાં પ્રિન્સેસ માકો અને કેઈ કોમ્યુરોના લગ્નનો વિરોધ પણ થયો હતો અને લગ્ન સમારોહ બંધ રૂમમાં યોજાયો હતો. જો કે, રાજવી પરિવારના સભ્યો લગ્નમાં સામેલ થયા હતા. લગ્ન બાદ દંપતીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને આ લગ્નને કારણે કેટલાક લોકોને થઈ રહેલી તકલીફ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.