Top Stories
khissu

અરબી સમુદ્રમાંમાં હલચલ/ આવતી કાલે ફરી બનશે લો-પ્રેશર, ફરી વરસાદ, જવાદ વાવાઝોડુ...

ગઈકાલે ગુજરાતના ઘણા ભાગોમાં થંડરસ્ટ્રોમનો મંડાણી વરસાદ જોવા મળ્યો હતો અને આવનારા દિવસોમાં હજી પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય છૂટોછવાયો મંડાણીનો વરસાદ ચાલુ રહી શકે છે. જોકે 7 તારીખ પછી આ વરસાદના વિસ્તારોમાં વધારો થશે કેમ કે અરબી સમુદ્રમાં નવું લો-પ્રેસર બની રહ્યું છે.

આવતી કાલે નવું લો-પ્રેશર બનશે
આવતીકાલે એટલે કે 5 ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં કેરળ લાગુ રાજ્ય પાસે લો-પ્રેશર સક્રિય બનશે. જે લો-પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં થોડી મજબૂત બની મોટો ટ્રફ બનવી શકે છે. જેમને કારણે ગુજરાતમાં આવનાર 7થી 10 તારીખમાં વરસાદની સંભાવના રહેલી છે.

ક્યાં-ક્યાં જીલ્લામાં વરસાદ શકયતાં?
મિત્રો ૭ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે. મંડાણીનો ઠંડરસ્ટ્રોમ વાળો કડાકા-ભડાકા વાળો વરસાદ જોવા મળશે. જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. જોકે દરિયા કિનારાનાં જીલ્લામાં થોડી વધારે શક્યતા રહેલી છે. 

ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જેવા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જોકે જેમ જેમ લો-પ્રેશર નજીક આવશે તેમ વધારે માહિતી Khissu ની Application માં જણાવવામાં આવશે.

આગોતરું એંધાણ: સ્કાયમેટ ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત લો-પ્રેશર બનશે, જે મજબૂત લો-પ્રેશર વાવાઝોડા સુધી જઈ શકે છે. જોકે Weather મોડેલ મુજબ એક મજબૂત વાવાઝોડું બનવાના 100% પરિબળો જોવા મળી રહ્યા છે. જોકે હવે નવું વાવાઝોડું બનશે તો એમનું નામ જવાદ આપવામાં આવશે.

બંગાળની ખાડીમાં જવાદ વાવાઝોડું 13-15 તારીખ વચ્ચે બની શકે છે. જવાદ વાવાઝોડાનો ટ્રેક હજી નક્કી નથી થયો, પરંતુ તું હાલના Weather મોડેલ મુજબ ગુજરાતને અસર કરી શકે છે. વધારે અપડેટ આગમી દિવસમાં મળશે. 

નોંધ:- દરિયાકાંઠાના વિસ્તારોમાં 7-11 તારીખ દરમિયાન વરસાદ પડવાની સંભાવના રહેલ છે. માટે ખેડૂત ભાઈઓએ પોતાના પાક માટે થોડી વ્યવસ્થા રાખવી, જેમ કે તાડપત્રી. કુદરતી પરિબળ અને Wether model નાં એનાંલિસિસ મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. ખેતીના કાર્યો અને વાવાઝોડાની માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું.