Top Stories
khissu

ખેડૂતોને ૬૦૦૦ ને બદલે મળશે ૧૦૦૦૦ રૂપિયા / પીએમ કિશાન યોજનામાં: ૨ હજાર નો સાતમો હપ્તો

નમસ્કાર ખેડૂત ભાઈઓ,


હાલ દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી માં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં ખેડૂતો ની માગો પૂરી કરવા સરકાર તૈયાર થવું પડશે કેમ કે આંદોલન જ એટલું જોરદાર છે. ત્યારે બીજી બાજુ આવતાં મહિનામાં ૨૦૨૦-૨૧ નુ સામાન્ય બજેટ રજૂ થવાનું છે. સૂત્રો ના જણાવ્યા અનુસાર નાખુશ ખેડૂતો માટે સરકાર બજેટમાં એક મોટી જાહેરાત કરી શકે છે.


પીએમ કિસાન સન્માન નિધિ યોજના (pm kishan yojna 2021) હેઠળ ખેડૂતો ને મળતી રકમ ૬,૦૦૦ રૂપિયા વધીને ૧૦,૦૦૦ થઈ છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને નિવેદન આપતાં જણાવ્યું હતું કે " આ વખતે નુ બજેટ અલગ રહેશે. "


છેલ્લાં વર્ષનું બજેટ અંદાજે (૨૦૧૯ - ૨૦) ૧.૫૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જે આ વર્ષે (૨૦૨૦ - ૨૧) માં વધારી ને ૧.૫૪ લાખ કરોડ કરવામાં આવ્યું છે. બજેટ મુજબ લાગી છે કે ખેડૂતો ને ફાયદો થઇ શકે.


આ વખતના બજેટમાં ખેડૂતોની માંગ છે કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી ૬,૦૦૦ ની રકમ વધારવામાં આવે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે મોદી સરકાર પીએમ કિસાન યોજના ની રકમ વધારી શકે છે. જેમનો લાભ હાલ જે ખેડૂતે ફોર્મ ભરેલા છે અને લાભ મળે છે તેમને મળી શકે છે અને નવાં ફોર્મ ભરશે તેમને પણ. 


દેશમાં ઘણા એવા ખેડૂતો મિત્રો છે જેમની પાસે વધારે જમીન છે અને તે ખેડૂતો કહે છે કે ૧ વર્ષમાં મળતી ૬,૦૦૦ ની રકમ પૂરતી નથી. એક એકર જમીનમાં બે પાક ઉગાડવામાં આવે છે. જેમાં ૬,૦૦૦ થી વધુ નો ખર્ચ થાય છે. ખેડૂતો ની આ માંગને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ પ્રાપ્ત થતી ૬,૦૦૦ ની રકમ વધારી ને ૧૦,૦૦૦ કરી શકે છે.


હાલ પીએમ કિશાન યોજનામાં ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે. ઘણાં ખેડૂત ભાઈઓ ને અગાઉ મળી ચૂક્યો છે અને ઘણાં ને હાલ (જાન્યુઆરી મહિનામાં) મળી રહ્યો છે.


PM કિસાનનો રૂપિયા ૨૦૦૦ નો સાતમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. 


ખેડૂતને સહાય ન મળવાના કારણો. 


ખેડૂતો ના બેંક એન્કાઉન્ટ માં આ રકમ જમા નથી થઈ જેમના ઘણા કારણો હોય શકે છે જેમાંથી થોડા અંહી જણાવેલ છે. 


૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો. 

૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

૭) આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો. 


જો તમારાં બૅંક ખાતામાં રૂ. ૨૦૦૦ નો હપ્તો જમા નથી થયો તો નીચેના નંબર પર સંપર્ક કરો. 


૧) પીએમ કિશાન યોજના હેલ્પ લાઈન નંબર - 155261

૨) કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર (PM-Kisan Helpline 155261 & 1800115526

૩) પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર- 011-23382401, 011-23381092



Pm kishan ની Official website પર જઈ તમે તમારું સ્ટેટસ મોબાઈલ નંબર, આધાર કાર્ડ અથવા બૅંક માહિતી એડ કરી જાણી શકો છો.


તમારાં બૅંક ખાતામાં કેટલાં હપ્તાં જમા થયાં છે તે નીચે Comment કરી જણાવશો. 


આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે શેર કરો અને Pm kishan yojna ની વધારે માહિતી માટે Khissu Application download કરો.