khissu

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમ છે શાનદાર, જાણો અહીં વ્યાજ દર અને તેના ફાયદા

લોકો ઘણીવાર તેમની બચત માટે પોસ્ટ ઓફિસ સ્કીમ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોનું ખાસ ધ્યાન રાખે છે, જેના માટે પોસ્ટ ઓફિસ સમયે સમયે નવી પણ યોજનાઓ લાવે છે, સાથે જ યોજનાઓમાં ફેરફાર કરી ગ્રાહકોને વધુ લાભ પણ આપે છે.

આ પણ વાંચો: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, નવલી નવરાત્રિનાં રંગમાં ભંગ પાડશે પણ વરસાદ.

પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કીમ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ (POTD) છે. આમાં રોકાણકારો તેમની ઈચ્છા મુજબ ખાતું ખોલાવી શકે છે. આ એકાઉન્ટમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની મુદત માટે ખોલાવી શકાય છે. મોટાભાગના ગ્રાહકો લાંબા સમયને કારણે પોસ્ટ ઓફિસમાં રોકાણ ખાતું ખોલતા નથી, પરંતુ હવે તેમને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

તેમાં ખાતું કોણ ખોલાવી શકે?
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં, કોઈપણ ભારતીય નાગરિક 2 અથવા વધુમાં વધુ 3 વ્યક્તિઓનું સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું ખાતું ખોલાવી શકાય છે. જ્યારે 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ખાતું માતાપિતા દ્વારા ખોલવામાં આવશે.

POTD યોજનાના ફાયદા
ડિપોઝિટ ખાતું ઓછામાં ઓછી રૂ.1,000ની રકમથી ખોલી શકાય છે. રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. આ સાથે 1, 2 અને 3 વર્ષ માટે ખાતું ખોલાવવા પર 5.5 ટકાના દરે વ્યાજ મળશે. જ્યારે 5 વર્ષ માટે ખાતું ખોલાવવા પર વાર્ષિક 6.7 ટકા વ્યાજ મળશે. આ સિવાય આવકવેરા વિભાગ દ્વારા આ યોજના હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ પર છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: સોલાર ફેન્સિંગ સહાય યોજના: 15 હજાર ની મળશે સબસિડી, જાણો પૂરી વિગત

ધ્યાનમાં રાખો આ બાબતો 
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં ખાતું ખોલાવ્યા પછી, રોકાણકારો 6 મહિનાની અવધિ પહેલા પૈસા ઉપાડી શકતા નથી. તમે ખાતું ખોલ્યાના 6 મહિના પછી જ પૈસા ઉપાડી શકો છો.