khissu

સતત 5 દિવસ આખા ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસશે, જાણો હવામાન વિભાગની મારફાડ આગાહી

Gujarat Rain Forecast: હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરવામાં આવે તો ગુજરાત નજીક વરસાદ વરસાવે એવી ચાર સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.

એક તો પહેલાથી જ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યંત ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે આપેલી આગાહી જોઇએ.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે શુક્રવાર માટે ભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, નર્મદા, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.

શનિવારથી બુધવાર એટલે કે 6ઠ્ઠી જુલાઈથી 10મી જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. તો વળી ચાર જિલ્લામાં અત્યંત ભારે, અતિ ભારે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.