khissu

હવે તો માખી મચ્છરનું પ્રમાણ વધશે, વરસાદનું જોર વધશે કે ઘટશે? જાણો IMD, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં આ સપ્તાહ વરસાદ અને પવનનું જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ ક્યાંક હળવો તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. હાલ ગુજરાત પર કોઇ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઇ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં ગુજરાતના હવામાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યુ છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે એટલે કે, સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 16થી 24 ઓગસ્ટના સારો વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા ડેમમાં પાણી આવશે. 17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનુ પાણી સારું ગણાતુ નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, સપ્ટેમ્બરના અંતમા લાનીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસુ વિદાય લેતું હોય છે એટલે પવનો ઉલટાઇ જતા હોય છે. લાનીનોની અસરથી દેશના ભાગમાં શું અસર થાય તે કહી શકાય નહીં. આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 17 ઓગસ્ટના માખીનું જોર વધશે. કેમ કે, મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે. 30 ઓગસ્ટના મચ્છરનું જોર વધશે. પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે. જેના કારણે આરોગ્યનું ધ્યાન રાખવું

બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની એક આગાહીમાં જણાવ્યું હતુ કે, વરસાદનો એક રાઉન્ડ 9થી 11 ઓગસ્ટ સુધીનો છે જે બાદ 17 ઓગસ્ટે અન્ય વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.