Top Stories
khissu

એક બે નહીં 6 પ્રકારના હોય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ક્યું છે તમારા માટે બેસ્ટ

વર્તમાન સમયમાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ મળશે જેનું બેંકમાં ખાતુ નહીં હોય. આપણામાંથી મોટાભાગના લોકો સેવિંગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે છે. કારણ કે બેંકમાં ખાતુ હોવુએ આજના જમાનાની જરૂરિયાત છે. એક તો તમારા પૈસા સુરક્ષિત રહે છે તો બીજી તરફ સરકાર તરફથી મળતી સબસિડી પણ હવે ડાઈરેક્ટ બેંકમાં જમા થાય છે.

જો કે આપણે બધાને એવુ જ લાગે છે સેવિંગ એકાઉન્ટ એક જ પ્રકારનું આવતુ હશે પરંતુ એવુ નથી. સેવિંગ એકાઉન્ટ પણ વિવિધ પ્રકારના આવે છે, અલગ અલગ ફિલ્માં કામ કરતા લોકો માટે અલગ બચત ખાતું હોય છે, જેમ કે વૃદ્ધો માટે અલગ, મહિલાઓ માટે અલગ અને બાળકો માટે અલગ સેવિંગ ખાતુ હોય છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કુલ 6 પ્રકારના બચત ખાતા હોય છે. તો આજે અમે તમને આ 6 પ્રકારના ખાતા વિશે વિગતે જણાવીશું.

રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ
આ કેટલીક સામાન્ય શરતો સાથે ખોલવામાં આવે છે. આ પ્રકારના ખાતામાં કોઈ નિશ્ચિત રકમની નિયમિત થાપણ નથી રહેતી, તેનો ઉપયોગ એક સલામત ઘરની જેમ કરવામાં આવે છે, જ્યાં તમે ફક્ત તમારા પૈસા રાખી શકો છો. આ ઉપરાંત આમાં મિનિમમ બેલેન્સની પણ શરતો લાગુ નથી થતી.

સેલેરી એકાઉન્ટ
આવા પ્રકારના ખાતા કંપનીઓ તરફથી બેંકો દ્વારા તેમના કર્મચારીઓ માટે ખોલવામાં આવે છે. બેંકો આ પ્રકારના ખાતા માટે વ્યાજ ઓફર કરે છે. તેનો ઉપયોગ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે થાય છે. જ્યારે પણ પગાર ચૂકવવાનો સમય આવે છે ત્યારે બેંક કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડી કર્મચારીઓના ખાતામાં નાખે છે. આ પ્રકારના ખાતા માટે કોઈ ન્યૂનતમ બેલેન્સની શરત લાગુ નથી થતી. જો ત્રણ મહિના સુધી પગાર જમા ન થાય તો તે રેગ્યુલર બચત ખાતામાં ફેરવાઈ જાય છે.

ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ
આ પ્રકારના ખાતામાં બચત અને ચાલુ ખાતા બંનેની વિશેષતાઓ હોય છે. આમાં ઉપાડની એક મર્યાદા હોય છે, તમે સરેરાશ મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડી શકતા નથી. પરંતુ જો બેલેન્સ ઓછું હોય તો પણ તમને કોઈ દંડ લાગતો નથી.

માઈનર્સ સેવિંગ એકાઉન્ટ
આ એકાઉન્ટ બાળકો માટે હોય છે, આમાં મિનિમમ બેલેન્સની જરૂર નથી રહેતી. આ બચત ખાતું બાળકોની તેમના શિક્ષણ માટેની બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખોલવામાં આવે છે. આ પ્રકારનું બેંક ખાતું કાનૂની વાલીની દેખરેખ હેઠળ જ ખોલવામાં આવે છે અને ચલાવવામાં આવે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે, ત્યારે તે પોતાનું ખાતું ઓપરેટ કરી શકે છે. જ્યારે બાળક 18 વર્ષનો યુવાન થઈ જાય ત્યારે તે નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત થઈ જાય છે.

સિનિયર સિટિજન્સ સેવિંગ એકાઉન્ટ
તે રેગ્યુલર સેવિંગ એકાઉન્ટની જેમ જ કામ કરે છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોને નિયમિત બચત ખાતા કરતાં ઊંચા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. તેથી વરિષ્ઠ નાગરિકોએ આ ખાતું ફક્ત એટલા માટે ખોલવું જોઈએ કારણ કે તેમાં વ્યાજ વધુ હોય છે. આ બેંક ખાતું વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ સાથે પણ જોડાયેલું છે, જેમાંથી પેન્શન ફંડ અથવા રિટાયમેન્ટ એકાઉન્ટમાંથી ભંડોળ ઉપાડવામાં આવે છે અને જરૂરિયાતો પૂરી કરી શકાય છે.

મહિલા બચત ખાતું
આવા બેંક એકાઉન્ટ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ પ્રકારના ફીચર્સ છે. મહિલાઓને લોન પર ઓછું વ્યાજ, ડીમેટ એકાઉન્ટ ખોલવા પર ફ્રી ચાર્જ અને વિવિધ પ્રકારની ખરીદી પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.